Navsari News ધવલ પારેખ/નવસારી : વર્લ્ડ કપની ફાઈનલ પણ કોઈના ઘરમાં કંકાસ કરાવી શકે છે તેવો કિસ્સો સામે આવ્યો છે. વર્લ્ડ કપની ફાઈનલમાં ટોસ બાબતે થયેલા પારિવારિક ઝગડાએ એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે, ઝગડો છોડાવવા અભયમની ટીમને બોલાવવી પડી હતી. આખરે અભયમની ટીમે સમાધાન કરાવતા કંકાસ પૂરો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટ લોકોના દિલ દિમાગમાં એવી છવાઈ છે કે હાર જીતને લઈ લોકો વચ્ચે વિવાદ, ઝઘડો, મારામારી જેવી અનેક ઘટનાઓ બની જતી હોય છે. આવું જ કઈક નવસારીમાં બન્યું. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વિશ્વકપ ફાઈનલ મેચમાં ભારત ટોસ હારતા જ ઘરની વહુએ ભારત હારી જશે, બોલતા જ સાસરિયાઓએ એની સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો. જેમાં વહુએ 181 અભયમ ટીમની મદદ લેતા મામલો થાળે પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોરનો આ કિસ્સો છે. વાત જાણે એમ હતી કે, રવિવારે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ માટે સૌ કોઈ ઉત્સાહી હતા. રવિવારે સવારથી જ મેચ માટે ઉત્સુકતા હતા. લોકોના ઘરોમાં મોટી સ્ક્રીન પર મેચ જોવાનું આયોજન કરાયુ હતું, આ માટે પરિવારો ભેગા થયા હતા. ત્યારે મેચ પહેલા ટોસ કોણ જીતશે તે મોટો સવાલ હતો. આવામાં જલાલપોર તાલુકાના એક પરિવારમાં પણ તમામ સભ્યો ભેગા થઈને મેચ જોઈ રહ્યા હતા.


બેશકિંમતી ઘોલ માછલી ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર, જાળમાં આવે તો માછીમાર બને છે લખપતિ


ઓસ્ટ્રેલિયા ટોસ જીતી જતા જ પરિવારની વહુએ કોમેન્ટ કરી હતી કે, વર્લ્ડકપની ફાઈનલમાં ટોસ હારતા ભારત હારશે. વહુએ આવુ કરતા જ સાસરીયાઓની લાગણી દુભાઈ હતી. વહુ ભારત વિરોધી બોલતા તેઓ ગુસ્સે ભરાયા હતા અને આવુ બોલી જ કેમ તેવુ કહીને તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. 


બીજી તરફ, સાસરિયાવાળા વહુ પર તૂટી પડતા તે ગભરાઈ ગઈ હતી, અને તેને મદદ માટે 181 અભયમને મદદ માટે ફોન કર્યો હતો. આ બાદ અભયમની ટીમ મદદ માટે દોડી આવી હતી. અભયમની ટીમે મામલો જાણીને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. આખરે સમાધાન થયું હતું.


ભાજપના મહિલા ધારાસભ્યે જાહેરમાં ઉભરો ઠાલવ્યો, ‘પાર્ટીના લોકો મારું અપમાન કરે છે’


અભયમની ટીમે સાસરિયાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના સભ્યોને સમજાવ્યું કે ક્રિકેટ એક પ્રકારની રમત જ છે અને રમતમાં હારજીત થતી હોય છે. જેને આપણે ખેલદિલીથી જોવું જોઈએ. ભારત મહેનત કરશે તો જીતશે જ.. કોઈના કહેવાથી ટીમ હારે કે જીતે એવું હોતું નથી. 181 અભયમ ટીમ દ્વારા સમજાવવામાં આવતા પરિવારના સભ્યો શાંત થયા હતા. સાથે જ સામે વહુને પણ પરિવારની વાત માની લેવામાં આવે તો વાતનું વતેસર થતા અટકેની સમજ આપી હતી. જેથી 181 અભયમે એક પરિવારને વિખેરાતા બચાવ્યો હતો.


પરંતુ નવસારીનો આ કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો હતો. વર્લ્ડ કપની ફાઈનલ પણ કોઈના ઘરમાં કંકાસ કરાવી શકે છે તે વાત આ ઘટનાથી સાબિત થઈ છે. 


ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ : વધુ એક તોડકાંડ કરી દિલ્હીના વેપારીને લૂંટ્યો