ધવલ પરીખ/નવસારી : આટલી સતર્કતા રાખવા છતાં હવસખોર નરાધમો માસુમ બાળકીઓને મિત્રતા કેળવી તેમની હવસનો શિકાર બનાવે છે. આવો જ કિસ્સો નવસારીના વિજલપોરમાં સામે આવ્યો છે. જ્યાં મિત્રતા કેળવી 14 વર્ષીય સગીરાને નવરાત્રીની એક રાતે ઘરથી થોડે દૂર આવેલ એક અવાવરૂ જગ્યાએ લઈ જઈ, સગીરાને પીંખી નાંખનાર નરાધમને વિજલપોર પોલીસે દબોચી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૈયારીઓ શરૂ કરી દેજો! પહેલીવાર ગુજરાતમાં વહેલી લેવાશે બોર્ડની પરીક્ષા, જાણો તારીખ


નવસારીના વિજલપોર વિસ્તારની એક સોસાયટીમાં રહેતી 14 વર્ષીય સગીરાની સાથે તેના નજીકમાં જ રહેતા અને રત્નકલાકાર 22 વર્ષીય રોહિત પેંડાઘરે મિત્રતા કેળવી હતી. દરમિયાન નવરાત્રીમાં ગત 10 ઓક્ટોબરની મોડી રાતે રોહિત સગીરાને વાતોમાં ભોળવી પોતાની સાથે લઈ જવામાં સફળ રહ્યો હતો. રોહિતે સગીરાને મોપેડ ઉપર બેસાડી તેને ઘરથી થોડે દૂર આવેલ અને જ્યાં લોકોની અવરજવર ઓછી હોય એવી અવાવરૂ જગ્યા, આંબાવાડીમાં લઈ જઈ તેની સાથે જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. 


દિવાળી પર સોમનાથમાં ભક્તો કરી શકશે વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન; ટ્રસ્ટનું છે આ વિશેષ આયોજ


એકથી દોઢ કલાક બાદ રોહિત સગીરાને કોઈને કંઈ પણ કહેશે તો જાનથી મારી નાખશેની ધમકી આપી તેના ઘર નજીક છોડી જતો રહ્યો હતો. સગીરા સાથે દુષ્કર્મ થયાના થોડા દિવસોમાં તેને પેટમાં દુ:ખાવો ઉપડ્યો, જેથી તેણે માતા સાથે વાત કરી અને તેમાં તેની આપવીતી જણાવી હતી. દીકરી સાથે ઘટેલી અઘટિત ઘટનાથી માતાના હોશ ઉડી ગયા હતા. સમગ્ર મુદ્દે પરિવાર સાથે વાત થયા બાદ પીડિત સગીરાની માતાએ વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ આપતા, પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પોસ્કો એક્ટ હેઠળ હવસખોર નરાધમ રોહિત પેંડાઘર સામે ગુનો નોંધી, તેને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો. 


જતાં જતાં છોતરા કાઢશે વરસાદ! જાણો ગુજરાત પર શુ થવાની મોટી અસર? અંબાલાલની ભયાનક આગાહી


ઘટનાને થોડા દિવસો વીત્યા હોવાથી પોલીસે FSLની મદદ સાથે પીડિતા તેમજ આરોપીની મેડિકલ તપાસ કરાવવા સાથે તપાસને આગળ વધારી છે. જ્યારે આરોપી રોહિતની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપી નરાધમ રોહિતની મોપેડ તેમજ મોબાઈલ ફોન કબ્જે લીધો છે. સાથે જ મોબાઈલમાં અશ્લીલ સાહિત્ય છે કે કેમ અથવા તેણે પીડિતાના ફોટો વિડીયો બનાવ્યા છે કે કેમ..? એ અંગે આગળની તપાસને વેગ આપ્યો છે. જોકે નવરાત્રીની રાત્રિ દરમિયાન દીકરીને જાણીતા વ્યક્તિ સાથે પણ એકલી મોકલતા પૂર્વે માતા પિતાએ એકવાર જરૂર વિચારવું રહ્યુ...