તૈયારીઓ શરૂ કરી દેજો! પહેલીવાર ગુજરાતમાં વહેલી લેવાશે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા, જાણો તારીખ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. જેમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વહેલી લેવા જણાવાયું છે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા લેવાશે.

તૈયારીઓ શરૂ કરી દેજો! પહેલીવાર ગુજરાતમાં વહેલી લેવાશે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા, જાણો તારીખ

Gujarat Board Exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા વહેલી લેવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. જેમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વહેલી લેવા જણાવાયું છે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12ના ત્રણેય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. 

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની જાહેરાત કરાઈ છે. જે મુજબ આગામી મુખ્ય બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરીથી માર્ચમાં લેવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 12થી 15 દિવસ વહેલી 27 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે અને 13 દિવસ વહેલી 13મી માર્ચે જ પરીક્ષા પુરી થઈ જશે.

ધોરણ 10 ની પરીક્ષા 10 માર્ચ ના રોજ પૂર્ણ થશે
27 માર્ચથી શરુ થનારી પરીક્ષાનું પહેલું પેપર ફર્સ્ટ લેન્ગવેજનું રહેશે. વિદ્યાર્થીઓ માટે રાહતની વાત એ છે કે મોટાભાગના પેપર વચ્ચે વિદ્યાર્થીઓને અંતિમ તૈયારી માટે એક દિવસની રજા મળે છે. એક માર્ચે ગણિત, 3 માર્ચે સામાજિક વિજ્ઞાન, 5 માર્ચે સેકેંડ લેન્ગવેજ અંગ્રેજી , 6 માર્ચે સેકેંડ લેંગ્વેજ ગુજરાતી અને 8 માર્ચે વિજ્ઞાનનું પેપર રહેશે. અંગ્રેજી અને ગુજરાતી સિવાયના અન્ય સેકેંડ લેંગ્વેજની પરીક્ષા 10 માર્ચે લેવાશે.

ધોરણ 12 ના ત્રણેવ પ્રવાહ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી થી શરુ થશે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી લેવાશે. પહેલું પેપર ભૌતિક વિજ્ઞાનનું લેવામાં આવશે. ધોરણ 12 ની પરીક્ષાનો સમય બપોરે 3 વાગેથી 6:30 સુધીનો રહેશે. આ સાથે સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરુ થશે જે 13 માર્ચના રોજ પૂર્ણ થશે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news