સ્નેહલ પટેલ/ નવસારી: રાજ્યમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીઓને ફસાવી તેમની સાથે દુષ્કર્મની ઘટનાઓ વધતી જઈ રહી છે. ત્યારે નવસારીના ખેરગામમાં 14 વર્ષીય સગીરા સાથે વિધર્મી દ્વારા દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ ઘટનામાં વિધર્મીએ સગીરાને હિન્દુ નામ જણાવી વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ શારીરિક સંબંધો બાંધ્યા હતા. પરંતુ કહેવાય છે ને સત્ય ક્યારેય છૂપતું નથી, એકને એક દિવસ તે બહાર આવે છે. ત્યારે સગીરાને સમય સંજોગોનુસાર યુવકનું સાચું નામ ખબર પડતાં પ્રેમસંબંધ રાખવાની ના પાડી હતી. પરંતુ યુવક એકનો બે થયો નહોતો અને તે ચપ્પૂ બતાવી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં સગીરાના પિતાએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ તાબડતોડ કાર્યવાહી કરીને ખેરગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેરગામમાં પરપ્રાંતિય સગીર વયની પુત્રીને વિધર્મી યુવાન હિન્દુ નામ જણાવીને ફ્રેન્ડશિપ કરવાનું કહીને સોશિયલ મીડિયાનું આઈડી લઈ મેસેજ કરતો હતો. જોકે સોશિયલ મીડિયા દ્વારા જ વિધર્મી યુવકની સાચી ઓળખ થઈ જતા સગીરેએ ફ્રેન્ડશિપ રાખવાની ના પાડી દીધી હતી. તેમ છતાં વિધર્મી યુવક જબરદસ્તીથી તેના ઘરમાં પ્રવેશી ચાકુની અણીએ તેની ઉપર અવારનવાર બળાત્કાર ગુજારતો હતો. એટલું જ નહીં,  સગીરા પ્રેમસંબંધ નહીં રાખે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ અંગે પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે ખેરગામમાં 14 વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે, અને ખાનગી સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરે છે. પરંતુ તેણીના ધર નજીક આવેલા એક ગેરેજ પાસે આરોપીએ તેનું નામ લાલુ અને હિન્દુ જણાવીને તેણીને વિશ્વાસમાં લઈને તેનું સોશિયલ મીડિયા પર આઈડી માંગ્યું હતું. ત્યારબાદ પ્રેમસંબંધની શરૂઆત થતાં મેસેજોની આપલે કરતો હતો. પરંતુ એક દિવસ સગીરાએ વિધર્મી યુવકનું સોશિયલ મીડિયા પર આઈએમ હુસેન વહોરા નામ જોતા સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. જેથી છંછેડાયેલા હુસેન વહોરા નામના વિધર્મી યુવકે ચાકુ બતાવી પીડિતા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી 20-01-2020થી 20-11-2021 દરમિયાન જબરદસ્તી અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. પરંતુ આખરે ભાંડો ફૂટ્યો હતો. પરિવારે સમાજમાં તેમની અને પુત્રીને ઈજ્જત ન જાય તેના માટે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો.