ઝી ન્યૂઝ/સુરત: કોરોના મહામારીના સમયમાં સ્કૂલો બંધ રહેતા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ ઓનલાઈન શિક્ષણમાં કેટલાંક વિદ્યાર્થીઓ ખોટા રવાડે ચઢ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે શિક્ષણક્ષેત્રે ફરી કલંકિત કરતો કિસ્સો નવસારીના જલાલપોરમાં બન્યો છે. વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વપૂર્ણ છે પરંતુ ક્યારેક ટીચર ન કરવાના કામ કરી નાખતા હોય છે અને વિદ્યાર્થીઓને આટા પાટે ચડાવી દેતા હોય છે. જેના કારણે કૂમળા બાળકોનું મન દૂષિત અને વિકૃત કરી નાખતા હોય છે આવી જ એક ઘટના નવસારીના જલાલપોરની એક ખાનગી શાળાના વિદ્યાર્થી ગ્રુપમાં બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીના જલાલપોરની એક ખાનગી શાળાના વિદ્યાર્થી ગ્રુપમાં એડલ્ટ વીડિયો મુકવામાં આવતા ખળભળાટ મચ્યો છે. જાણવા મળી રહ્યું છે કે શાળાના શિક્ષકે જ ધોરણ સાતના ગ્રુપમાં એડલ્ટ વીડિયો મુક્યો હતો. જેના કારણે વાલીઓએ શાળાના આચાર્યને અશોભનીય હરકતની ફરિયાદ કરી છે. બીજી બાજુ શિક્ષણ સામે પોલીસ ફરિયાદ કરવાની વાલીઓની તૈયારી કરી રહ્યા છે.


સુરતમાં લેસ્લિબયન નણંદે ભાભી સાથે ગંદી હરકતોની હદ વટાવી, પુરુષની જેમ ચુંબન કરતી, નિર્વસ્ત્ર કરી ગુપ્ત ભાગે અડપલાં કરી...


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જલાલપોરની એક ખાનગી શાળાના વિદ્યાર્થી ગ્રુપમાં એડલ્ટ વિડીયો પીરસાતા શિક્ષણક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં ખાનગી શાળાના ધોરણ 7 ના ગ્રુપમાં શિક્ષકે જ એડલ્ટ વીડિયો મુક્યા હતા. શાળાના શિક્ષકે ગત મોડી રાત્રે (ગુરુવારે) એડલ્ટ વિડીયો મુકતા વિદ્યાર્થીનીઓ પહેલા તો ક્ષોભમાં મૂકાયા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આ ઘટનાની જાણ પોતાના માતા-પિતાને કરતા વાલીઓમાં શાળાના શિક્ષક સામે આક્રોશ ફેલાયો છે.


શાળાના વાલીઓએ સમગ્ર ઘટનાને પગલે સ્કૂલના આચાર્યને ફરિયાદ કરી છે અને દોષિત શિક્ષક સામે આકરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. પરંતુ હજુ સુધી સ્કૂલ તરફથી કોઈ કાર્યવાહી ન થતાં શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરવા વાલીઓ તૈયારી કરી રહ્યા છે.


રાજકોટથી જેતપુર હવે માત્ર 45 મિનીટમાં એકપણ બ્રેક માર્યા વગર પહોંચી જશો! સિક્સલેનને મળી મંજૂરી, જાણો કેવી રીતે શક્ય બનશે?


ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉદયપુરની એક ખાનગી શાળામાં ધોરણ 10ના ઓનલાઈન વર્ગમાં શિક્ષક દ્વારા અશ્લીલ વીડિયોની લિંક શેર કરવામાં આવી હતી. ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહેલા વિદ્યાર્થીઓને તો એમ કે ટીચરે તેમના ભણતર કે લેશન સંબંધિત લીંક શેર કરી છે એટલે વિદ્યાર્થીઓ તો ધડાધડ લીંક ઓપન કરવા લાગ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ પણ આ વીડિયો જોયો હોવાનું પણ કહેવાય છે. કેટલાક વિદ્યાર્થીઓએ આ અંગે વાલીઓને જાણ કરતા તેઓ આઘાત પામ્યા હતા અને પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube