Cyclone Biparjoy: ગુજરાતના માથે સંભવિત બિપરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યુ છે. પાકિસ્તાન તરફ ફંટાઈ રહેલા વાવાઝોડાએ દિશા બદલતા ગુજરાતના કાંઠા વિસ્તારોના લોકો સાથે વહીવટી તંત્ર સતર્ક થયા છે. આજે પ્રતિકલાક 45 થી 65 કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી હતી, ત્યારે ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે મોડી સાંજથી વાવાઝોડાની અસર તેજ ગતિથી ફૂંકાતા પવનોએ વર્તાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથેની ટીમ એક્ટિવ મોડમાં રખાય છે, જેથી સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી શકાય. બીજી તરફ કાંઠાના ગામડાઓના લોકો સાથે બેઠક કરી તેમને પણ સંભવિત વાવાઝોડાની અસરને લઈ ફૂકાનાર ભારે પવન સામે શું તકેદારી રાખવી એની પણ જાણકારી આપવામાં આવી છે


હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.  


આ વિસ્તારમાં વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા અને જામનગર વધુ વરસાદની શકયતા છે. આજે અમદાવાદ, ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 


12 અને 13 જૂને ભારે વરસાદની શક્યતા  
12 જૂને અમદાવાદ, વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ડાંગ, જૂનાગઢ દિવમાં વરસાદ ખાબકી શકે છે. 
13 જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદની આગાહી છે. 
14 જૂને દમણ, દાદરનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ સહીત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છમાં વરસાદની આગાહી છે. 
15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.