આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન મુદ્દે મોટી બબાલ! ગુજરાતના આ જિલ્લામાં બે સમાજો વચ્ચે તણાવ
Navsari News: કોળી સમાજના આગેવાન અને નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલની કારને નેશનલ હાઇવે નંબર 48 પર ખડસૂપા ઓવર બ્રિજ નજીક આંતરીને કેટલાક અજાણ્યા ઈસમોએ મુકેશ પટેલ તેમજ તેમના બે મિત્રોને માર મારી કોળી યુવાનને સમર્થન આપ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઝી ન્યૂઝ/નવસારી: નવસારીના સરપોર ગામના પ્રેમી યુગલે આંતરજ્ઞાતિય લગ્ન કરી લેતા ગતરોજ બે સમાજો વચ્ચે તનાવ સર્જાયો હતો.
આ વિસ્તારોમાં જોવા મળશે પ્રી-મોનસુન એક્ટિવિટી, આંધી-વંટોળ અને ભારે પવનો ફૂંકાશે!
જેમાં કોળી સમાજના આગેવાન અને નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલની કારને નેશનલ હાઇવે નંબર 48 પર ખડસૂપા ઓવર બ્રિજ નજીક આંતરીને કેટલાક અજાણ્યા ઈસમોએ મુકેશ પટેલ તેમજ તેમના બે મિત્રોને માર મારી કોળી યુવાનને સમર્થન આપ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કારમાં તોડફોડ પણ કરી હતી.
ગુજરાતના આ નેતાના નિવેદનથી ખળભળાટ! 'જે નેતાઓ ભાજપમાં જાય છે તેઓ થોડાક જ દિવસમાં...'
ઉશ્કેરાયેલા પૂર્વ વિભાગ કોળી સમાજના લોકો સરપોર ગામે ભેગા થયા હતા. જ્યાં વાતાવરણ તંગ થતાં અને કોઈકે કાંકરીચાળો કરતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં કોળી યુવાનો ઉપર જ લાઠીચાર્જ થયો હોવાના આક્ષેપો સાથે આજે નવસારી તાલુકા ભાજપ પ્રમુખ અને કોળી આગેવાન મુકેશ પટેલે ન્યાયની માંગણી કરી છે.
Hurun Rich List 2024: ચીનના બેઈજિંગને પછાડી એશિયાનું બિલિયોનેર કેપિટલ બન્યુ મુંબઈ!
સાથે જ હુમલો કરનારાને તાત્કાલિક પકડી લેવામાં આવે અને સમગ્ર મુદ્દે કોળી પટેલ સમાજને ન્યાય મળે એવી આશા સાથે લાગણી વ્યક્ત કરી છે.