ઉનાળો આવ્યો નથી'ને ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળશે પ્રી મોનસુન એક્ટિવિટી, આવી છે ઘાતક આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો એહસાસ થઈ રહ્યો છે. લોકોને આકરી ગરમીનો સામોનો કરવો પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું હતુ. રાજકોટમાં સૌથી વધુ 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરૂવાર સુધી ગુજરાતમાં તાપમાનનો પારો 43ને પાર જશે તેવી ચેતવણી આગાહીકારો આપી રહ્યા છે. પરંતુ આવતીકાલથી ગુજરાતના માટો ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જેમા ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 

1થી 3 એપ્રિલ સુધીમાં વાદળો આવશે

1/6
image

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 1થી 3 એપ્રિલ સુધીમાં વાદળો આવશે અને 5 એપ્રિલ સુધીમાં અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. અમુક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેશે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરના વિસ્તારોમાં પ્રી મોનસુન એક્ટિવિટી જોવા મળશે. આગામી દિવસોમાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા જશે અને દેશના ઉતરિય પર્વતિય વિસ્તારોમાં  હિમ વર્ષા થવાની શક્યતા રહેશે. આંધી વંટોળ અને ભારે પવનનુ જોર રહેશે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં આવતીકાલથી ગરમીનુ પ્રમાણ વધશે. 

ગુજરાતના માટો ભાગોમાં વાદળછાયુ વાતાવરણ

2/6
image

આવતીકાલથી ગુજરાતના માટો ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જેમા ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 28થી 29 માર્ચના ગરમી, પવનની શક્યતા રહેશે. 30થી 31 માર્ચના ફરી પલટો આવશે. મહારાષ્ટ્રના ભાગોમાં વાદળો આવવાની શક્તા રહેશે. ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શકયતા રહેશે. 6થી 8 એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે. વાદળછાયું વાતાવરણ અને રાજ્યના કોઈ કોઈ ભાગોમાં આંધી વંટોળ અને પવનની શક્તા રહેશે એટલે કે ફાગણવદમાં ગુજરાતના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવી રહ્યો છે. જેમાં આંધી વંટોળ પવનના સુસવાટા સાથે ગુજરાતના અમુક ભાગમાં પ્રી મોનસુન એક્ટિવિટી શરુ થઈ જશે.

ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી

3/6
image

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના મોટાભાગે હિટવેવના વિસ્તારોમાં તાપમાન 39- 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અહીં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું છે. 

હીટવેવમાં આ બાબતનુ ધ્યાન રાખજો 

4/6
image

હીટવેવની શક્યતાના કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવાનું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ જરૂર જણાય તો શાળાઓના સમયમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે વહેલી સવારે અને રાત્રે તાપમાનના પારો નીચે જતા લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

માર્ચના અંતમાં 40 ડિગ્રી સુધી તાપમાન જશે

5/6
image

દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હાલ જે વાદળો થાય છે તેને પણ કસ ગણવાનો છે

6/6
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે કસ (ચોમાસામાં વરસાદ થવા માટેનાં વાદળનાં ચિહ્ન) દેખાય તેના 225 દિવસ પછી જે વિસ્તારમાં કસ દેખાયો હોય ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આ દેશી વિજ્ઞાનની વાત કરીને હાલ જે વાદળો થાય છે તેને પણ કસ ગણવાનો છે. હાલ હોળી નજીક છે ત્યારે આ કસનો છેલ્લો રાઉન્ડ છે.