રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ લગાવી નવસારીના સાંસદનો અનોખો અભિગમ, વધશે જળસ્તર
રાજ્યમાં પીવાલાયક પાણીની અછત એ ચિંતાનો વિષય છે ત્યારે પૃથ્વીના પેટાળમાં ઘટતાં પાણીના સ્તર કેવી રીતે ઉપર લાવી શકાય તે માટે નવસારી ના સાંસદે હાથ ધરેલો પ્રોજેકટ કાબિલેદાદ કહી શકાય છે. નવસારીના સાંસદ દ્વારા તેમના લોકસભા વિસ્તારના લોકોને રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ માટેની સમજણ આપી પોતાના ખર્ચે ઘરે ઘરે આ પ્રોજેકટ તૈયાર કરાવવાની હોદ્દેદારો અને કાર્યકરોને હાંકલ કરી છે.
સ્નેહલ પટેલ/નવસારી: રાજ્યમાં પીવાલાયક પાણીની અછત એ ચિંતાનો વિષય છે ત્યારે પૃથ્વીના પેટાળમાં ઘટતાં પાણીના સ્તર કેવી રીતે ઉપર લાવી શકાય તે માટે નવસારી ના સાંસદે હાથ ધરેલો પ્રોજેકટ કાબિલેદાદ કહી શકાય છે. નવસારીના સાંસદ દ્વારા તેમના લોકસભા વિસ્તારના લોકોને રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ માટેની સમજણ આપી પોતાના ખર્ચે ઘરે ઘરે આ પ્રોજેકટ તૈયાર કરાવવાની હોદ્દેદારો અને કાર્યકરોને હાંકલ કરી છે.
ગરમીની સીઝન પાણીની બુમરાણ સાથેજ પસાર થતી હોય છે. ત્યારે લોકોના ઘર પાસે કરેલ બોર અને કુવાના પાણીના સ્તર ભુગર્ભમાં ઉતરી જતા નાના મોટા ઘરની મહિલાઓ તેમજ લોકો પાણી માટે વલખા મારતા હોય છે. તો પાણીની ઘટથી પરેશાન લોકોને આગળ જતા તકલીફ ન ભોગવવી પડે તે માટે નવસારીના સાંસદ સી.આર.પાટીલે રેઈન વોટર હારવેસ્ટીંગનો એક પ્રોજેકટ હાથ ધર્યો છે.
આ પ્રોજેકટનો 2 થી 3 હજાર જેટલો ખર્ચ થાય છે. જે ખર્ચ પણ સાંસદ પોતે ચુકવનાર છે. આ પ્રોજેકટમાં એક પ્લાસ્ટીકનુ પીપ હોય છે. જેમાં કાણાં પાડી તેને સાડા ચારથી પાંચ ફુટ જેટલો ખાડો ખોડી તેમાં દાટવામાં આવે છે. અને ઘરની ટેરેસ પરની લાઈન નુ જોડાણ આ પીપમાં આપવામાં આવે છે. જેનાથી ચોમાસમાં વરસાદનુ પાણી આ પીપમાં થઈ જમીનમાં ઉતરે છે.જેનાથી પાણીના સ્તર ઉચા આવે છે. લોકોના બોર અને કુવા રીચાર્જ થઈ પાણીનું સ્તર ઉપર આવતા પાણી માટે વલખા મારવા પડશે નહી. હાલતો આ પ્રોજેકટની શરૂઆત ચીખલીના સમરોલી ખાતેથી કરવામાં આવી છે.
મેડિકલ પ્રવેશ પ્રક્રિયા સરકારે સરળ બનાવી, ડોમિસાઇલ સર્ટિફિકેટની હવે જરૂર નથી : નીતિન પટેલ
રેઈન વોટર હારવેસ્ટીંગનો પ્રોજેકટની શરૂઆત ચીખલી તાલુકાના સમરોલીથી કરવામાં આવી છે. ત્યારે આવનાર દિવસોમાં સમગ્ર તાલુકામાં આ પ્રોજેકટ કરવામાં આવનાર છે. આ પ્રોજેકટ લોકોને સમજાવવા તેમજ તેનો અમલ કરાવવામાં ચીખલી તાલુકા ભાજપ પ્રમુખનો મોટો ફાળો રહ્યો છે. તેઓ આ પ્રોજેકટને લઈ લોકોને પુરતી માહિતી પુરી પાડી રહ્યા છે. સાથેજ લોકોને આ પ્રોજેકટ ઘરે ઘરે બનાવવામાં પણ એટલાજ મદદરૂપ થઈ રહી સુચારૂ આયોજન તેમના દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
આ લોકોએ બનાવ્યો ‘સીડ બોમ્બ’, ચોમાસામાં જ્યાં ફેકશો ત્યાં ઉગશે ‘વૃક્ષ’
ચીખલી ના સમરોલી ખાતે શરૂ કરવામાં આવેલ રેઈન વોટર હારવેસ્ટીંગની મુલાકાત અન્ય ગામડાના લોકો તેમજ શહેરના લોકો પણ લઈ રહ્યા છે. અને તેઓ પણ સાંસદના આ પ્રોજકટને બિરદાવી તેનો અમલ આવનારા સમયમાં તેમના ગામમાં તેમજ ઘરોમાં કરવાનુ વિચારી રહ્યા છે.
ગુજરાતનો પ્રથમ કિસ્સો, આ નગરપાલિકાએ હરાજીમાં મૂક્યું ‘ચાર્ટર પ્લેન’
સાંસદ દ્વારા સમરોલી ગામેથી આજથી શરૂ થયેલ રેઈન વોટર હારવેસ્ટીંગનો પ્રોજેકટ આવનારા એક અઠવાડીયામાં 500 જેટલા ઘરોમાં શરૂ કરવામાં આવનાર છે. જેનાથી આવનાર સમયોમાં બોર અને કુવાનુ રીચાર્જીંગ થતા લોકોને પાણીનો જે પ્રશ્ન છે તે હલ થશે.
અમદાવાદ રથયાત્રા 2019: જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રાના સંભારણા, જુઓ Photos
રેઈન વોટર હારવેસ્ટિંગ એ વરસાદી પાણી સાચવવાની આધુનિક અને વૈશ્વિક પદ્ધતિ છે જેને અનેક દેશો એ અપનાવી છે. ભારત પણ પાણીની અછત માંથી બાકાત નથી ત્યારે પાણીએ પ્રાથમિક જરૂરિયાત બની છે. બોરવેલમાં પાણીના નીચે ઉતરતા સ્તર સામે લડવા માટે વોટર હારવેસ્ટિંગ અક્સિર ઈલાજ છે. નવસારીના સાંસદની આ કામગીરીની પ્રેરણા જો ગુજરાતના અન્ય સાંસદો દ્વારા લેવાય તો રાજ્યમાં પાણીનો પ્રાણપ્રશ્ન કેટલાક અંશે હલ થાય એમ છે.