આ લોકોએ બનાવ્યો ‘સીડ બોમ્બ’, ચોમાસામાં જ્યાં ફેકશો ત્યાં ઉગશે ‘વૃક્ષ’

એલિકોન ઓર્ગેનીક ફાર્મ દ્વારા આમતો છેલ્લા ઘણા વર્ષોથી પ્રક્રુતિની જાગ્રુતિ માટેના ઉમદા કાર્યો કરવામાં આવી રહ્યા છે. પણ આ વખતે કંઇક નવું કરવાનો પ્રાયસ કરવામાં આવ્યો છે. ધરતી પર દિવસેને દિવસે વૃક્ષોની સંખાય ઘટી રહી છે. ત્યારે આ આર્ગેનીક ફાર્મ દ્વારા એવા પ્રકારના બોમ્બ બનાવામાં આવ્યા છે કે જે ચોમાસામાં કોઇ પણ તમે ગમે ત્યાં નાખશો ત્યાં થોડા સમય બાદ વૃક્ષ ઉગી નિકળશે. આ બોમ્બનું નામ ‘સીડ બોમ્બ’ આપાવામાં આવ્યું છે.  

આ લોકોએ બનાવ્યો ‘સીડ બોમ્બ’, ચોમાસામાં જ્યાં ફેકશો ત્યાં ઉગશે ‘વૃક્ષ’

લાલજી પાનસુરિયા/આણંદ: એલિકોન ઓર્ગેનીક ફાર્મ દ્વારા આમતો છેલ્લા ઘણા વર્ષોથી પ્રક્રુતિની જાગ્રુતિ માટેના ઉમદા કાર્યો કરવામાં આવી રહ્યા છે. પણ આ વખતે કંઇક નવું કરવાનો પ્રાયસ કરવામાં આવ્યો છે. ધરતી પર દિવસેને દિવસે વૃક્ષોની સંખાય ઘટી રહી છે. ત્યારે આ આર્ગેનીક ફાર્મ દ્વારા એવા પ્રકારના બોમ્બ બનાવામાં આવ્યા છે કે જે ચોમાસામાં કોઇ પણ તમે ગમે ત્યાં નાખશો ત્યાં થોડા સમય બાદ વૃક્ષ ઉગી નિકળશે. આ બોમ્બનું નામ ‘સીડ બોમ્બ’ આપાવામાં આવ્યું છે.  

ખરેખર પ્રક્રુતિ માટે આ સીડ બોમ્બ આશિર્વાદ સમાન છે. માટી,રાખ અને ગાયના છાણનું મિશ્રણ ભેગુ કરી તેની ગોળીઓ બનાવવામાં આવે છે. અને તેના વચ્ચે એક મોટા થતા વુક્ષના બીજ મુકવામાં આવે છે. આ તૈયાર થયેલ ગોળીને સીડ બોમ્બ નામ આપવામાં આવેલ છે. નાનાથી મોટા સૌ કોઇને કોઇ પણ વસ્તુ ખાતર ફેકવું ખુબ ગમતું હોય છે. ત્યારે આપ ગમે ત્યાં જતા હોય અને આ સીડ બોમ્બને ફેકો તે જગ્યામાં આવતા સમયમાં એક સુંદર ઝાડ ઉગેલુ જોવા મળશે.

boom-2.jpg

અમદાવાદ રથયાત્રા 2019: જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રાના સંભારણા, જુઓ Photos

એલિકોન ઓર્ગેનીક ફાર્મ દ્વારા આ પ્રથમ વર્ષે એક કરોડથી વધારે સીડ બોમ્બ બનાવવામાં આવનાર છે. અને તમામ સ્કુલ કોલેજ અને જરૂરીયાતને ફ્રીમાં આપવામાં આવનાર છે. આ સંસ્થાના સંચાલકો દ્વારા આના વધુ ઉત્પાદન માટે મશીન પણ બનાવી લેવામાં આવ્યું છે. તે આવતા સમયમાં સમગ્ર ગુજરાત અને ત્યારે બાદ દેશભરમાં આ સેવા ફ્રીમાં આપનાર છે. તેની પાછળનો મુખ્ય ઉદેશ પ્રક્રુતિનુ રક્ષણ કરવું જ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news