નવસારી :ગ્રીષ્મા વેંકરિયાના હત્યારા ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ત્યારે નવસારીની નિર્ભયાની માતાએ પોતાને ક્યારે ન્યાય મળશે તેને લઈ સવાલો ઉઠાવ્યા છે. નવસારીની નિર્ભયાની માતાએ કહ્યું કે, ગ્રીષ્માના માતા-પિતાને આપેલું વચન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાળી બતાવ્યું છે. પરંતુ મને આપેલું વચન તેઓ ક્યારે નિભાવશે? મારી દીકરીના આરોપીઓ ક્યારે પકડાશે? આપને જણાવી દઈએ કે લગભગ છ મહિના પહેલા નવસારીની દીકરી સાથે વડોદરામાં સામુહિક દુષ્કર્મ થયું હતું. ત્યારબાદ વલસાડ રેલવે યાર્ડમાં ટ્રેનના ડબ્બામાંથી તેની શંકાસ્પદ આત્મહત્યા થયેલી લાશ મળી હતી. આ કેસમાં પોલીસ હજુ સુધી આરોપીઓને ઝડપી શકી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક માતાની દર્દભરી અપીલ
ગઈકાલે ગ્રીષ્મા હત્યા કેસનો ચુકાદો આવ્યો છે અને આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. પરંતુ 6 મહિના પૂર્વ નવસારીની દીકરી સાથે વડોદરામાં સામુહિક દુષ્કર્મ થયુ હતું. બાદમાં વલસાડ રેલવે યાર્ડમાં ટ્રેનના ડબ્બામાં કરેલી તેણે આત્મહત્યા કરી હતી. ગ્રીષ્માને ન્યાય મળતા નિર્ભયાની માતાએ ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગ્રીષ્માના માતા-પિતાને આપેલ વચન પાળ્યુ એની પણ સરાહના કરી હતી. પરંતુ 6 મહિના પૂર્વે નિર્ભયાના આરોપીઓને પકડી, તેમને સજા અપાવવા એક માતાને આપેલ વચન ક્યારે પાળશેનો પ્રશ્ન ઉઠાવ્યો છે.


નિર્ભયના કેસમાં 10 દિવસ બાદ શરૂ થયેલી તપાસ મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા છે. જ્યારે તપાસ કરી રહેલા અધિકારીઓ પણ નિરાશ થયા હોય એવું લાગતું હોવાના આક્ષેપ કર્યા છે. બીજી તરફ ગૃહ રાજ્ય પ્રધાને નિર્ભયાને બહેન માની ન્યાયની વાત કરી હતી. તો હવે સમગ્ર પ્રકરણમાં સીઆઇડીને તપાસમાં જોતરે એવી માંગ તેની માતાએ કરી છે.