Navsari News ધવલ પારેખ/નવસારી : નવસારી જિલ્લાના ગામડાઓમાં બનેલા ફાર્મ હાઉસ હવે દારૂની મહેફિલો કરતા થઈ ગયા છે. જેમાં મોટાભાગના સુરતીઓ હોય છે. વિકેન્ડમાં સુરતીલાલાઓ બેખૌફ બની શરાબ કબાબની મજા માણવા પહોંચતા હોય છે. પરંતુ નવસારી જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ છે. ગત મોડી રાતે નવસારી મરોલી માર્ગ પર આસુંદર ગામમાં વિલેજ સીટી ફાર્મ હાઉસમાં શરાબની મહેફિલ માણતા 9 સુરતીલાલાઓના રંગમાં નવસારી ગ્રામ્ય પોલીસે ભંગ પાડ્યો હતો. પોલીસે 9 લોકોની નશાની હાલતમાં ધરપકડ કરી, મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો પણ કબ્જે કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીના આસુંદર ગામે ફાર્મ હાઉસમાં ચાલતી મહેફિલ પર ગ્રામ્ય પોલીસે રેડ પાડી હતી. નવસારી મરોલી માર્ગ પર આસુંદર ગામે આવેલા વિલેજ સીટી ફાર્મ હાઉસમાં શરાબની પાર્ટી ચાલી રહી હતી. જેમા સુરતના નબીરાઓ ફાર્મ હાઉસમાં શરાબની મજા માણી રહ્યા હતા. મહેફિલની બાતમીને આધારે ગ્રામ્ય પોલીસની ટીમે રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 9 સુરતીલાલાઓને નશાની હાલતમાં પકડ્યા હતા. ઘટના સ્થળેથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે મહેફિલ માણતા સુરતીલાલાઓની ધરપકડ કરી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. તો ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે ત્રણ કાર અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, દ્વારકા અને જુનાગઢમાં લોકોના ઘરમાં દરિયાના પાણી ઘૂસ્યા


નવસારી મરોલી માર્ગ પર આસુંદર ગામે આવેલા વિલેજ સીટી સોસાયટીમાં મોટા ભાગનાં ફાર્મ હાઉસ બંધ રહે છે. જેમાંથી 9 નંબરના ફાર્મ હાઉસમાં કેટલાક લોકો મહેફિલ માણી રહ્યા હોવાની ફરિયાદ પોલીસ હેડકવાર્ટ્સ સુધી પહોંચી હતી. જેને આધારે નવસારી ગ્રામ્ય પોલીસે વિલેજ સીટીના ફાર્મ હાઉસમાં છાપો મારતાં મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બાટલીઓ સાથે કબાબની મહેફીલ માણતા સુરતીલાલાઓને રંગે હાથ ઝડપી પાડયા હતા. પોલીસે ઘટના સ્થળેથી નશાની હાલતમાં 9 સુરતીઓને પકડ્યા હતા. સાથે જ મોંઘી બ્રાન્ડની 7 દારૂની બોટલો, મોબાઈલ ફોન અને ત્રણ કાર પણ કબ્જે કરી હતી. જ્યારે 9 સુરતીલાલાઓની ધરપકડ કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ આરંભી છે. 


ગુજરાત પોલીસ લોકોના પ્રાણ રક્ષક બનશે! સુરતના 4400 પોલીસ જવાનોને અપાઈ CPR તાલીમ


ઉલ્લેખનીય છે કે, પકડાયેલા સુરતીઓમાં એકની પાસે વિદેશી દારૂ પીવાની પરમીટ હતી. પણ બદનસીબે પરમીટ મે મહિનામાં જ પૂર્ણ થઈ હતી.