ઝી બ્યુરો/નવસારી: બીલીમોરા શહેરમાં દેસરા વિસ્તારની એક જનરલ સ્ટોરમાં પ્રતિબંધિત વિદેશી ઈ સિગારેટ વેચતા વેપારીને નવસારી SOG પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે દુકાનમાંથી 32 હજારની વોર્નિંગ વિનાની ઈ સિગારેટ કબ્જે કરી તપાસને વેગ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Silver Gold Price Update: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં થયો ₹3400 નો ઉછાળો 


નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ બીલીમોરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બીલીમોરાના દેસરા વિસ્તારમાં આવેલ સાકરીવાલા જનરલ સ્ટોરમાં ભારતમાં પ્રતિબંધિત અને વોર્નિંગ વિનાની વિદેશી ઈ-સિગારેટ વેચાઈ રહી છે. જેના આધારે SOG ની ટીમે સાકરીવાલા જનરલ સ્ટોરમાં છાપો મારતા, દુકાનમાંથી 32 હજાર રૂપિયાની પ્રતિબંધિત વિદેશી ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. 


પરિણામો પહેલાં સટ્ટા બજારમાં સત્તાનો ખેલો, કોના દાવા પડશે સાચા, કોની નિકળી જશે હવા


જેથી પોલીસે આરોપી દુકાનદાર 20 વર્ષીય ફય્યાઝ હિંગોરાની ધરપકડ કરી હતી. આરોપી ફય્યાસની પૂછપરછમાં પ્રતિબંધિત વિદેશી ઈ સિગારેટનો જથ્થો તેને સુરતના મોઈને પહોંચાડ્યો હોવાનું જણાવતા, પોલીસે મોઈનને વોન્ટેડ જાહેર કરી બીલીમોરા પોલીસ મથકમાં ધ પ્રોહિબિશન ઓફ ઈ સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જ્યારે વધુ તપાસ અર્થે આરોપી ફય્યાઝ હિંગોરાને બીલીમોરા પોલીસને સોંપ્યો છે. 


શું ફરી વઘ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ? જાણો ચૂંટણીના પરિણામ પહેલાંના ઈંધણના તાજા ભાવ


નવસારી જિલ્લાના યુવાનોમાં સિગારેટ પીવાનો ક્રેઝ જોવા મળે છે. જેમાં સિગારેટનું વેચાણ કરતા દુકાનદારો ઘણીવાર પ્રતિબંધિત ઈ સિગારેટ પણ ચોરી છુપી વેચતા હોય છે. ત્યારે જિલ્લાની આવી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણી દુકાનોમાંથી સિગારેટ મળી આવે એવી ચર્ચાઓ પણ શહેરમાં વેગવંતી બની છે.


અમદાવાદની આ હાઈસાઈઝ બિલ્ડિંગ પાસે NOC જ નથી, તપાસ કરતા ફાંડો ફૂટ્યો