સ્નેહલ પટેલ/નવસારીઃ મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં શુક્રવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી. જોકે, આ ગાંધી સંદેશ યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટૂવ્હીલર ચલાવતા સમાયે હોલ્મેટ પહેર્યા ન હતા. આથી હેલ્મેટ વગર બાઇક ચલાવનારા કોંગ્રેસના કાર્યકર્તાઓને નવસારી જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો પાઠવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીજીના વિચારોને જન જન સુધી પહોચડવાના ઇરાદે અને ભાજપ સરકાર દ્વ્રારા વગર પ્રજા પર નાખવામાં આવેલા આકારા ટ્રાફિક દંડના વિરોધમાં સવિનય કાનૂન ભંગ સાથે શુક્રવારે ઐતિહાસિક દાંડી ખાતેથી ગાંધી સંદેશ યાત્રા (બાઇક રેલી) કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ કાર્યકર્તાઓ સાથે હેલ્મેટ પહેર્યા વગર ગાંધી ટોપી પહેરી યાત્રામાં જોડાયા હતા. 


ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિરની આસપાસના વિસ્તારમાં જ સ્ટ્રીટ લાઈટ બંધ


ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં હેલ્મેટ પહેર્યા વગર કાઢવામાં આવેલી બાઇક રેલીનું નવસારી જિલ્લા પોલીસ દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. જેના આધારે પોલીસે ટ્રાફિક નિયમના ભંગ બદલ બાઇક રેલીમાં હેલ્મેટ વગર બાઇક ચલાવનારા 37 ચાલકોની તેમની નંબર પ્લેટના આધારે ઓળખ કરવામાં આવી હતી. કોંગ્રેસના 37 કાર્યકર્તાઓને ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો ફટકારવામાં આવ્યો છે. 


અહો આશ્ચર્યમ! વિજળીના બીલમાં કર્મચારીએ લખ્યું, "ભેંશ બીલ બનાવવા દેતી નથી"


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનેક પક્ષ કે સંસ્થાઓ દ્વારા વાહન રેલી કાઢવામાં આવતી રહી છે અને તેમાં પણ બાઇક ચાલકો હેલ્મેટ વગર જ બાઇક ચલાવતા જોવા મળેલા છે. જોકે, કોઈ રેલીના બાઈકચાલકોને પોલીસ દ્વારા આ પ્રકારે ટ્રાફિક નિયમ ભંગના મેમો આપવામાં આવ્યા હોય એવો જિલ્લાનો પ્રથમ કિસ્સો હશે.


જુઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....