લગ્નેત્તર સંબંધોથી જન્મેલા પૂર્વાંશને પિતાએ પ્લાન ઘડી મારી નાંખ્યો, રમકડાં સાથે લાડલાના મૃતદેહને મૂકી ફેંક્યો
નવસારીના વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે રહેતો અને ડ્રાયવર 36 વર્ષીય વિનોદ માહલને 5 વર્ષ અગાઉ વલસાડના ધરમપુર તાલુકાના આસુરા ગામે પતિથી અલગ રહેતી સુલોચના રાઉત સાથે આંખ ચાર થઈ હતી. બંને પરિણીત હોવા છતાં તેમના વચ્ચે પ્રેમ પાંગર્યો..
ઝી બ્યુરો/નવસારી: નવસારીના આદિવાસી પટ્ટામાં પાંગરેલા લગ્નેતર પ્રેમથી ખીલેલા 3 મહિનાના માસૂમ ફૂલને ખુદ તેના પિતાએ જ પીંખી નાંખ્યુ હતું. જેને વાંસદા પોલીસે ઘાસમાંથી તણખલાની જેમ શોધી બાળકના બાયોલોજીકલ માતા પિતાને પ્રેમના પ્રતીક સમા વેલેન્ટાઇન ડે પર ઝડપી પાડી તેમના પ્રેમની કાળી કરતૂત સમાજ સમક્ષ જાહેર કરી છે. પોલીસે એક મહિનામાં 7 હજારથી વધુ નવજાતમાંથી 870 બાળકો અલગ તારવી કડી મેળવી અને અંતે બંને પ્રેમીઓની ધરપકડ કરી, તેમને કોર્ટમાં રજૂ કરી આગળની તપાસને વેગ આપ્યો છે.
ગુજરાતમાં આ શું થવા બેઠું છે? સુરતમાં કાદવના જ્વાળામુખી બાદ ફીણવાળું પાણી નીકળ્યું!
નવસારીના વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે રહેતો અને ડ્રાયવર 36 વર્ષીય વિનોદ માહલને 5 વર્ષ અગાઉ વલસાડના ધરમપુર તાલુકાના આસુરા ગામે પતિથી અલગ રહેતી સુલોચના રાઉત સાથે આંખ ચાર થઈ હતી. બંને પરિણીત હોવા છતાં તેમના વચ્ચે પ્રેમ પાંગર્યો અને એ પ્રેમના ફળ સ્વરૂપ સુલોચના વિનોદ થકી ગર્ભવતી બની હતી. જેમાં 9 વર્ષનો દિકરો હોવા છતાં અને પતિથી અલગ પ્રેમી થકી ગર્ભ રહેતા સુલોચનાએ બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો અને આસુરા ગામે કોઈને ખબર ન પડે એટલે સુરતના માંડવી તાલુકાના કરંજ ગામે રહેવા જતી રહી હતી. જ્યાં વિનોદની પત્ની તરીકે રહી અને ગત 19 નવેમ્બર 2022 ના રોજ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો.
જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણી લો ખરેખર શું છે વાસ્તવિકતા
સુલોચના અને વિનોદે તેમના બાળકનું નામ પૂર્વાંશ રાખ્યુ હતું. પરંતુ બંને પરિણીત હોવા છતાં પૂર્વાંશ જન્મતા સમાજમાં બદનામી થવાના ડરે વિનોદ પૂર્વાંશનો કાંટો કાઢી નાંખવાનું મન બનાવી ચુક્યો હતો. જેથી વિનોદે સુલોચનાને મનાવી અને પોતાના જ પ્રેમના અંશ પૂર્વાંશને મારી નાંખવાનો પ્લાન ઘડી કાઢયો હતો. જેના આધારે એક મહિના અગાઉ વાંસદા બજારમાંથી વિનોદે એક ગુટકાનો થેલો ખરીદ્યો હતો અને બાદમાં પૂર્વાંશને લઈ જૂજ ડેમના કેચમેન્ટના રાયબોર ગામે પહોંચ્યો હતો. જ્યાં પોતાના જ જિગરના ટુકડાને જ્યાં મોઢે હાથ મુકી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.
ગુજરાતીઓ સહિત ભારતીયો આ કારણે છોડી રહ્યા છે દેશ? આ દેશોમાં બની રહ્યું છે બીજુ ભારત
બાદમાં ગુટકાના થેલામાં બેબી નેપકીન સાથે વીંટાળેલા અને કોઈની નજર ન લાગે એ રીતે કાળા ટીકા કરીને તૈયાર કરેલા મૃત પૂર્વાંશને મૂક્યો હતો. જેની સાથે થોડા રમકડાં પણ મુક્યા હતા. વિનોદે થેલાના હુક સાથે વજનદાર પથ્થર બાંધી તેને ડેમના પાણીમાં ફેંકી દીધો હતો. પરંતુ કુદરતને કંઈ ઓર જ મંજૂર હતુ અને પથ્થર સાથે ડેમમાં પડેલ થેલો છૂટો પડ્યો અને કિનારે આવી જતા પૂર્વાંશનો મૃતદેહ પોલીસને મળ્યો હતો.
વાંસદાના જુજ ડેમના કેચમેંટ એરિયાના કિનારેથી મળેલા મૃત પૂર્વાંશનો કબ્જો મેળવ્યા બાદ વાંસદા પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ. પરંતુ બાળકનો હત્યારો શોધવો પોલીસ માટે લોઢાના ચણા ચાવવા બરાબર હતું. પોલીસે શરૂઆતમાં પેમ્પ્લેટ બનાવ્યા અને વાંસદા સહિત ધરમપુર, ડાંગના સાપુતારા, મહારાષ્ટ્ર બોર્ડર સુરગાણા, સુરત અને તાપી જિલ્લાના આદિવાસી પટ્ટામાં તપાસ હાથ ધરી હતી. પરંતુ પોલીસને કોઈ કડી મળી ન હતી. જેથી પોલીસે તપાસની દિશા બદલી અને નવસારી, વલસાડ, ડાંગ, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોની સરકારી, ખાનગી હોસ્પિટલોમાં બે મહિનામાં જન્મેલા 7800 બાળકોની માહિતી મેળવી અને તેમાંથી 870 પુરૂષ બાળકોને અલગ તારવી આશા વર્કરોને કામે લગાડી હતી.
કોણ કહે છે iPhone સૌથી સુરક્ષિત ગેજેટ છે? ગુજરાતમા સામે આવી ચોરીની નવી મોડસ ઓપરેન્ડી
મૃતક પૂર્વાંશ પરથી મળેલ બેબી નેપકીન અને અન્ય વસ્તુઓ સાથે 5 અલગ અલગ ટીમ બનાવી તપાસ આરંભી. સાથે જ મોબાઈલ લોકેશનને આધારે 3 હજારથી વધુ નંબરોને પણ તપાસ્યા હતા. બાળકની હત્યારાને શોધવાની ચેલેન્જ ઉપાડીને તપાસ કરી રહેલા PI એમ. બી. ચૌધરી અને તેમની ટીમને સફળતા મળી. જેમાં ખાટાઆંબાના વિનોદ માહલાને લગ્નેત્તર સંબંધ થકી પ્રેમિકાને બાળક હતુ અને હાલમાં દેખાતું ન હોવાની ખાનગી વ્યક્તિએ બાતમી આપી અને એક પછી એક કડી જોડાતી ગઈ.
પોલીસે વિનોદ માહલાને પકડી લાવી કડકાઈથી પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને સમગ્ર હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. જેથી પોલીસે પ્રેમી વિનોદ અને પ્રેમિકા સુલોચનાની ધરપકડ કરી બંનેના DNA ટેસ્ટ કરાવવા સાથે તપાસને વેગ આપ્યો છે. પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેમાં ખાસ પૂર્વાંશને મોતને ઘાટ ઉતારવાનો જ હતો, તો વ્યવસ્થિત તૈયાર કેમ કર્યો અને તેની સાથે રમકડાં કેમ મુક્યા એ સહિત અનેક પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કરાશે
બાળકોના વિનોદ માહલાએ એક બાળકની માતા સુલોચના સાથે પ્રેમ કર્યો અને પ્રેમ થકી જન્મેલા પૂર્વાંશને સમાજમાં બદનામી થવાના ડરે યામધામ પહોંચાડ્યો હતો. પરંતુ વાંસદા PI ચૌધરીની બારીકાઈથી કરેલી તપાસે બાળકને મારી નાંખનારા નિષ્ઠુર માતા પિતાને પકડી પાડી કાનૂન કે હાથ લંબે હોતે હૈ, એ સાબિત કરી આપ્યુ છે.