સ્નેહલ પટેલ/નવસારી: નવસારીના મરોલીના યુવકની મલેશિયામાં લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. નવસારીના મરોલીના ફિરોઝ ગુલામ કાથાવાલા નામનો યુવક છેલ્લા 6 મહિનાથી મલેશિયામાં નોકરી કરતો હતો. તે દરમિયાન 22 નવેમ્બરે નોકરી પરથી પગાર લઇને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન લુટારુંઓ તીક્ષ્ણ હથિયારના મારા મારીને તેને લૂંટી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. 
  
યુવકને ગળાના ભાગે સળિયો મારીને માથાના ભાગે ઇજા પહોંચાડીને લૂંટારાઓ ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં મરોલીના આ ફિરોઝ ગુલામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મલેશિયાની હોસ્પિટલમાં યુવકનું સારવાર દરમિયાન 1 ડિસેમ્બરના રોજ મોત થયું હતું. હોસ્પિટલમાં મોત થતા જ પરિવારને જાણ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો...રૂપાણીના હસ્તે કઝાખીસ્તાનના કોમ્સ્યુલેટ ઓફીસનું ઉદ્ઘાટન, ગુજરાતમાં કરશે રોકાણ


ફઇરોઝ ગુલામ કાથાવાલા નામના યુવકનું હોસ્પિટલમાં અવસાન થતા હોસ્પિટલ દ્વારા તેના મૃતદેહને એજન્સિને સોપવામાં આવ્યો હતો. આ એજન્સી દ્વારા તેના મૃતદેહને ભારત મોકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ એજન્સી દ્વારા મૃતદેહ મોકલવા માટે 60 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી છે. પરિવાર ગરીબ હોવાથી આ રકમ ભરી શકે નથી જેથી પરિવાર હાલ તો મૃતદેહને ભારત લાવવાના પ્રયત્નો કરી રહ્યો છે.