Big Scandal : ગુજરાતમાં એક એવો કેસ હાલમાં ચર્ચામાં છે જેમાં તંત્રએ ચૂપકીદી સાધી લીધી છે. ભળતી પેઢી નામે દવાના બદલે નશીલા દ્રવ્યોના નિકાસનો વિવાદ ગુજરાતમાં તુલ પકડી રહ્યો છે. NCBએ પકડેલા હજારો કિલો ડ્રગ્સના કેસમાં એક આરોપી જેલમાં અને વોન્ટેડ છે પણ આ કેસમાં હાઈ લેવલના લોકો સંડોવાયેલા હોવાથી આ મામલો દબાઈ ગયો છે. પોલીસ કે એનસીબી આ મામલે ચૂપકીદી સાધીને બેઠી છે અને આ કેસમાં એનસીબીના 2 ઉચ્ચ અધિકારીઓની બદલી થયાની પણ ચર્ચા છે. આ કેસમાં કોઈ પણ સત્તાવાળા બોલવા માટે તૈયાર નથી. કારણ કે આ મામલો છેક દિલ્હી સુધી પહોંચેલો છે અને આ કેસની તપાસ ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકારીએ પણ કરી હતી. જેમાં કંપનીમાંથી કંઈ પણ મળ્યું ન હતું. જ્યારે એનીસીબીએ 10 હજાર કિલોના દવાના ડ્રગ્સ પકડ્યા હતા. આ દવાઓ કાર્ટેલ રચીને વેચાઈ રહ્યાં હતા. આ એક ખરેખર ગંભીર ગુનો હોવા છતાં પણ આ મામલે તંત્રએ ચૂપકીદી સાધી લીધી છે કારણ કે આ પ્રકરણના છેડા એમના ગજા બહારના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર મસમોટી વાતો કરે છે પણ એ ભૂલે છે કે સેફ પેસેજ ગુજરાત બનતું જાય છે. સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાઈ રહ્યુ છે. સરકાર ડ્રગ્સ પકડીને વાહવાહી તો કરે છે પણ આ કેસમાં એમને પણ ખબર છે કે ગુજરાત એ સેફ પેસેજ બનતું જાય છે.  ગુજરાત સહિત ભારતને નશામુક્ત બનાવાના દાવાઓ વચ્ચે અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડવાની તપાસમાં એનસીબીના ઉચ્ચ અધિકારીની વિવાદી બદલી થઈ જતાં તપાસ અટકી પડી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, એનસીબીએ ડ્રગ્સનો આવડો મોટો જથ્થો પકડાયાની ઘટનામાં એક પોલીસ કર્મચારીની તોડબાજી અને એનસીબીના અધિકારીની બદલી મામલે જવાબદારો મૌન છે. હાલમાં એનસીબીનો હવાલો ઈન્ચાર્જથી ચાલી રહ્યો છે. કહેવાય છે કે ચાર ખોટા કન્ટેનર રોકી રખાયાના મુદ્દે જથ્થો પકડનાર NCBના ઉચ્ચ અધિકારીની જ બદલી પછી તપાસ અટક્યાની ચર્ચા છે. ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું કે, આવી ગંભીર બાબતે એનસીબીએ ચાર આરોપી દર્શાવ્યા હતાં. ચાર પૈકીના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, તે હજુ સુધી જેલમાં હોવાનું ઉચ્ચ સૂત્રો કહે છે. જો કે, ત્રણ આરોપી હજુ સુધી પકડાયાં નથી.


પાલિકાવાળા મારી લારી લઈ ગયા : એક મૂકબધિર ગરીબે ઈશારાથી છલકાવ્યું દર્દ, આસું છલકાયા


આ કેસની વિગતો એવી છે કે, કેરળ જીઆઈડીસીમાં આવેલી એક દવા કંપનીએ બનાવેલો દવાના નામે નશીલા દ્રવ્યનો જથ્થો નાકિટ્સ કેન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ પકડી પાડ્યો હતો. હજારો કિલો ડ્રગ્સ પકડાયા અંગે સત્તાવાર ગુનો નોંધી એનસીબીએ કુલ ચાર આરોપીમાંથી એકને ઝડપી લીધો હતો. એક આરોપી હજુ જેલમાં છે અને ત્રણ વોન્ટેડ છે. આ કેસની વિગતો જ બહાર આવી નથી. એનસીબીએ આ મામલે ચૂપકીદી સાધી લીધી હતી. આ કેસમાં એનસીબીની ટૂકડી ત્રણ આરોપીને ઝડપે તે પહેલાં એવો ઘટનાક્રમ સર્જાયો હતો કે દિલ્હી સુધી રજૂઆતો થઈ હતી. આ રજુઆતોના પગલે એનસીબીના ઉચ્ચ અધિકારીની બદલી જુલાઈના મધ્ય ભાગમાં બેંગ્લોર ખાતે કરી દેવાઈ હતી. આમ આ કેસમાં જે તપાસનીશ હતા એમને જ હટાવી દેવાયા હતા. એ બાબત દર્શાવે છે કે આ કેસમાં સંડોવાયેલા મોટા માથાઓ છે. 10 હજાર કિલો ડ્રગ્સ છે કે એ મામલે પણ ચર્ચાઓ છે કારણ કે આ મામલે કોઈ બોલવા તૈયાર નથી. ભળતી પેઢીના નામે દવા જાહેર કરી નશીલા દ્રવ્યો (સાઈકોટ્રોપીક ડ્રગ્સ)ની નિકાસના વિવાદમાં ઉચ્ચ અધિકારીની બદલી થઈ જતાં સૌથી ગંભીર અસર તપાસને પહોંચી છે. વિશેષ તપાસ તો દૂરની વાત એનસીબીના વર્તમાન જવાબદારો આ કિસ્સામાં મોંઢામાં મગ ભરીને બેઠા છે.


ઈટાલિયાનુ ગીત શું સંકેત આપે છે : AAP માંથી સાઈડલાઈન થયેલા નેતા કોઈ નવાજૂની કરશે?


ગત મે મહિનામાં કેરાલા બાબત આશ્ચર્ય સર્જે છે. જીઆઈડીસીમાં આવેલી હાયપર ટેન્શનમાં ઉપયોગી દવાઓ બનાવતી એક ફાર્મા કંપનીમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ કોન્સ્ટેબલ અને તેનો મળતિયાએ ડ્રગ્સના જથ્થાની ગેરકાયદે હેરફેર મુદ્દે પૈસાની માગણી કરાયાના વિવાદમાં એસ.પી. કક્ષાના અધિકારીએ તપાસ કરી હતી. જો કે, ફેક્ટરીના માલિક અને પોલીસના માણસો વચ્ચે સમાધાન થયું હતું. ફેક્ટરી માલિકે પોતે પોલીસ ફરિયાદ કરવા માગતા નથી તેવી એફિડેવીટ આપી હતી. અને સમગ્ર પ્રકરણમાં સમાધાન થયું હતું.


કેનેડામા સારી નોકરી જોઈતી હોય તો આ શહેર છોડો, કેનેડામા રહેનારા ગુજરાતીની મોટી સલાહ


આ ઘટનાના એક જ મહિના પછી એનસીબીએ આ જ કંપની દ્વારા એક્સપોર્ટ કરવા માટે કસ્ટમ્સના ગોડાઉનમાં મુકેલા દવાના જથ્થાની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન અમુક કન્ટેનર સીઝ કરવામાં આવ્યાં હતા અને તેમાંથી ૧૦,૦૦૦ કિલો દવાના ડ્રમ કબજે કરી ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સૂત્રો કહે છે. જો કે, એફ. આઈ. આર. નોંધાઈ હોવા છતાં સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી. તપાસ દરમિયાન દવાઓનો નિકાસ કરવાના બહાને સિન્થેટીક ડ્રગ્સ પકડાવા અંગે એનસીબીએ ગુનો નોંધ્યો હતો. દવા ઉત્પાદન કરતી કંપની તરફથી ભળતી પેઢીના નામે નશીલા દ્રવ્યોની નિકાસ થઈ રહ્યાંનો ગંભીર મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. જે કન્ટેનર સીઝ કરીને તપાસ કરવામાં આવી તેમાં બે કન્ટેનરમાં વિવાદી નિકાસવાળો ડ્રગ્સનો જથ્થો હતો. પરંતુ ૪ કન્ટેનરમાં સત્તાવાર દવાનો જથ્થો હતો અને તે રોકી રખાયાના મુદ્દે એનસીબીના ઉચ્ચ અધિકારી સપડાયાં હોવાની ચર્ચા છે.


લાખોની ફી લેતી ખાનગી શાળાઓને પણ ટક્કર આપે છે ગુજરાતની આ સરકારી શાળા, આપે છે 100% પરિણામ