પાલિકાવાળા મારી લારી લઈ ગયા : એક મૂકબધિર ગરીબે ઈશારાથી છલકાવ્યું દર્દ, આ જોઈ તમને પણ આવશે દયા

Viral Video : મ્યૂનિસિપલના કર્મચારીઓ તેની લારી ઉઠાવી રહ્યા હતા ત્યારે તેનો વિશાલભાઇએ વીડિયો ઉતાર્યો હતો. તેઓએ ઈશારામાં પોતાનુ દર્દ વ્યક્ત કર્યુ હતું

પાલિકાવાળા મારી લારી લઈ ગયા : એક મૂકબધિર ગરીબે ઈશારાથી છલકાવ્યું દર્દ, આ જોઈ તમને પણ આવશે દયા

Ahmedabad News : અમદાવાદનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મૂકબધિર શખ્સ આંગળીના ઈશારે પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યો છે. તે બેકગ્રાઉન્ડમાં પાલિકાના કર્મચારીઓ તેની લારી ઉઠાવીને લઈ જઈ રહ્યા છે તે સંકેતથી બતાવી રહ્યો છે. બોલ્યા વગર ઈશારાથી તે પોતાનું દર્દ છલકાવી રહ્યો છે કે, આમાં મારો શું વાંક. એક ભાઈ જે બોલી-ચાલી શક્તા નથી, જે ચૂપચાપ પોતાની રોજીરોટી કમાવી રહ્યો છે, તેની ખાણીપીણીની લારી ઉઠાવીને પાલિકાના કર્મચારીઓએ તેની આવક પર તરાપ મારી છે. આ વીડિયો અમદાવાદનો છે. વીડિયો વાયરલ થતા જ લોકો આ દિવ્યાંગ માટે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યાં છે. 

અમદાવાદના દિવ્યાંગ વિશાલભાઇનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા તેમની ખાણીપણીની લારી ઉઠાવી લેવાઈ હતી. વિશાલભાઈ બોલી કે સાંભળી નથી શક્તા. જ્યારે મ્યૂનિસિપલના કર્મચારીઓ તેની લારી ઉઠાવી રહ્યા હતા ત્યારે તેનો વિશાલભાઇએ વીડિયો ઉતાર્યો હતો. તેઓએ ઈશારામાં પોતાનુ દર્દ વ્યક્ત કર્યુ હતું. 

 

(સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની ZEE 24 કલાક પુષ્ટી નથી કરતું)#ahmedabad #viral #viralvideos #emotional #Trendingnow #ZEE24kalak #Gujarat pic.twitter.com/gWIdjOAv9a

— Zee 24 Kalak (@Zee24Kalak) August 3, 2023

 

સોશિયલ મીડિયા પર લોકો આ શખ્સ માટે સહાનુભૂતિ અને પાલિકાના કર્મચારીઓ માટે ફિટકાર વરસાવી રહ્યાં છે. લોકોએ લખ્યું કે, વર્ષોથી લારી એક ભાઇ જે બોલી નથી શક્તા કે રોડની સાઈડ મા લારી ચલાવતા હતા, પરંતુ કોઇ નાં ઈશારે એમની એક ની જ લારી એ.એમ. સી દ્વારા ઉઠાવી લેવામાં આવી, બાકી બીજી લારિયું એમ્ ને એમ જ રહેવા દીધી બોલો. આ પોસ્ટ ને વધુ માં વધુ શર જરૂર કરજો. વીડિયો માં દેખાય રહેલ વ્યક્તિ બોલી અને શકતો નથી ફકત ઈશારા થી જણાવી રહ્યો છે કે ફકત એમની જ લારી શા માટે ઊઠાવી ???

હકીકતમાં શખ્સ કહી રહ્યો છે કે, મારો શું વાક હતો, મારી જ લારી કેમ ઉઠાવી લઈ ગયા??? તો લોકોએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી કે, તમારમાં તાકાત હોય તો માલેતુજારના દબાણો હટાવો.. બાકી બંગડી પહેરો. તે એક યુઝરે લખ્યું કે, કેટલી હાય લેશે ? ખસેડવા હતા આ ભાઈ ને , તો સરકાર વિકલાંગ વર્ગ માટે થોડી જગ્યા ફાળવી ને મદદ કરે ... દારૂબંધી કાઢો તો વિકલાંગ માટે ગણું કરાય.

 

 

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રિવરફ્રન્ટ પર એક દિવ્યાંગ યુવતીની લારી આ જ રીતે હટાવાઈ હતી. નેહા ભટ્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર કચેરીમાં પણ ચાની કેટલી ખોલવા માટેની મંજૂરીની માંગણી કરી હતી. દિવ્યાંગ યોજનાઓ તો ઘણી બનાવવામાં આવી છે. પરંતુ આ દિવ્યાંગ દીકરી કે જેણે એસટી બસ અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવ્યો છે તેને સરકાર તરફથી કોઈપણ પ્રકારની સહાય મળી નથી. જેને કારણે તે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આવેલા ઇવેન્ટ સેન્ટરની સામે એમટીયુટી ટી સ્ટોલ શરૂ કરવા મજબૂર બની છે. ત્યારે કોર્પોરેશનના દબાણ ખાતા દ્વારા ધાક ધમકી પણ આપવામાં આવી રહી છે. એક તરફ એક વિકલાંગને સરકાર તરફથી કોઈ સહાય નથી મળતી, ઉલટાનું કોર્પોરેશનનું દબાણ ખાતું ધાક ધમકી આપે છે. ત્યારે ફરી એકવાર તંત્ર તેને ટી સ્ટોલ હટાવવા પહોંચ્યુ હતું, જેથી નેહા ભટ્ટ જાહેરમાં રડી પડી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news