બ્રેકિંગ ન્યૂઝ : રેશમા પટેલ AAP માં જોડાશે, વિરમગામમાં હાર્દિક સામે લડશે ચૂંટણી
Gujarat Elections 2022 : આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરશે રેશમા પટેલ... બુધવારે સવારે રેશમા પટેલ જોડાશે આપમાં... વિરમગામ બેઠક પરથી રેશમા પટેલ લડશે ચૂંટણી
Gujarat Elections 2022 ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ એક બાદ એક મોટા ભૂકંપ સર્જાઈ રહ્યાં છે. એનસીપીથી નારાજ રેશમા પટેલ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. રેશ્મા પટેલ આવતીકાલે સવારે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરશે. એટલુ જ નહિ, આપ રેશમા પટેલે વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવશે. ત્યારે રેશમા પટેલ આંદોલનના જૂના સાથી હાર્દિક પટેલ સામે વિરમગામમા મેદાને ઉતરશે.
ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપીએ ત્રણ બેઠકો પર ગઠબંધન કરી લીધું છે. જે બાદ એનસીપી નેતા રેશ્મા પટેલ નારાજ હતા. આ સાથે સૌરાષ્ટ્રની કોઇપણ બેઠક પર એનસીપીને મેન્ડેટ આપવામાં આવ્યું ન હતું. તેથી રેશ્મા પટેલની ગોંડલથી ચૂંટણી લડવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. જોકે, બાદમાં તેમણે એક નિવેદનમાં કહ્યુ હતું કે, તેઓ ગોંડલથી ચૂંટણી નહિ લડે, પરંતું ગોંડલના રાજકારણમાં સક્રિય રહેશે. ત્યારે નારાજ રેશ્મા પટેલે આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે.
સવારે 10 કલાકે રેશ્મા પટેલ રાઘવ ચઢ્ઢાની હાજરીમાં આપમાં જોડાશે. એટલુ જ નહિ, રેશ્મા પટેલને આમ આદમી પાર્ટી વિરમગામથી ચૂંટણી લડાવે તેવી તૈયારીઓ થઈ રહી છે. ત્યારે વિરમગામમાં રેશ્મા પટેલ આંદોલનના જૂના સાથે હાર્દિક પટેલ સામે ટકરાશે.
તો બીજી તરફ, વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપનું કોંકડું ગૂંચવાયું છે. માંજલપુરમાં ભાજપ અનાર પટેલને ટિકિટ આપી શકે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલને ટિકિટ મળી શકે છે. આ બેઠક પર ધારાસભ્ય યોગેશ પટેલ, VCCIના પ્રમુખ હિમાંશુ પટેલ, કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ પણ દાવેદાર છે. આથી વડોદરા શહેર વિધાનસભામાં કોંગ્રેસનો પેચ ફસાયો છે. ગુણવંત પરમાર, અનિલ પરમારમાંથી એકને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે.