એનસીપી ધારાસભ્ય કાંઘલ જાડેજા ભાજપની બેઠકમાં ઉપસ્થિત રહેતા રાજકારણ ગરમાયું
ગુજરાતમાં ખાલી પડેલી બે રાજ્યસાભાની સીટો માટે આવતી કાલે સવારે 9 વાગ્યે મતદાન થવાનું હોવાથી રાજ્યના ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોમાં રાજ્યસભાની ચૂંટણીનો રંગ પકડાયો હતો. એક બાજુ કોંગ્રેસ તેના તમામ ધારાસભ્યોને લઇને બાલારામ રિસોર્ટમાં લઇ ગયા છે. ત્યારે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપના ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપવા પહોંચતા રાજકારણ ગરમાયું છે.
હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાતમાં ખાલી પડેલી બે રાજ્યસાભાની સીટો માટે આવતી કાલે સવારે 9 વાગ્યે મતદાન થવાનું હોવાથી રાજ્યના ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોમાં રાજ્યસભાની ચૂંટણીનો રંગ પકડાયો હતો. એક બાજુ કોંગ્રેસ તેના તમામ ધારાસભ્યોને લઇને બાલારામ રિસોર્ટમાં લઇ ગયા છે. ત્યારે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપના ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપવા પહોંચતા રાજકારણ ગરમાયું છે.
ભાજપના ધારાસભ્યોની બેઠકમાં હાજરી કાંધલ જાડેજા આપતા એનસીપીનો મત ભાજપના ઉમેદવારોને મળશે તે નિશ્ચિત બન્યો છે. રાજ્યસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા ગાંધીનગર ખાતે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવામાં આવી હતી. જેમાં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા પહોંચ્યા હતા.
ડાકોરની રથયાત્રામાં હાથીએ માનસિક સંતુલન ગુમાવતાં થોડો સમય સર્જાઈ અફરાતફરી
જુઓ LIVE TV
ભાજપના ધારાસભ્યોની રાજ્યસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં એનસીપીના કાંધલ જાડેજા પણ જોવા મળ્યા હતા. ભાજપની આ મીટીંગમાં કાંઘલ જાડેજા દેખાતાએ વાતનું અનુમાન લગાવી શકાય કે, રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપીના ધાસાભ્ય ભાજપના ઉમેદવારને જ મત આપશે.