વરસાદમાં ફસાઇ વડોદરા એક્સપ્રેસ, મુસાફરોને બચાવવા માટે બોલાવી NDRF
મુંબઇમાં સતત થઇ રહેલા વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. મુસાફરોથી ભરેલી ટ્રેન ફસાઇ ગઇ છે. રેલવેના અનુસાર 12928 વડોદરા એક્સપ્રેસ ટ્રેન પાણીમાં ડૂબવાના લીધે નાલાસોપારા અને વિરાર વચ્ચે ફસાઇ છે.
વડોદરા: મુંબઇમાં સતત થઇ રહેલા વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. મુસાફરોથી ભરેલી ટ્રેન ફસાઇ ગઇ છે. રેલવેના અનુસાર 12928 વડોદરા એક્સપ્રેસ ટ્રેન પાણીમાં ડૂબવાના લીધે નાલાસોપારા અને વિરાર વચ્ચે ફસાઇ છે. પરિસ્થિતિને જોતાં મુસાફરોને ટ્રેનમાંથી કાઢીને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે NDRF અને કોસ્ટ ગાર્ડની મદદ માટે રેલવેનો સંપર્ક કર્યો છે. અંધેરીથી ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને નાસ્તાના પેકેટ મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર નાલાસોપારામાં ટ્રેનના પાટા પર 400MM વરસાદનું પાણી ભરાઇ ગયું છે. જેના લીધે મુંબઇ પહોંચનાર તમામ ટ્રેનો અટવાઇ ગઇ છે.
રેલવેના અનુસાર 20 ટ્રેનોનું અંતર ઘટાડવામાં આવ્યું છે. જ્યારે 6 ડાઉન અને 7 અપ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. રદ કરવામાં આવેલી ટ્રેનોમાં મુંબઇ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ પણ છે. તો બીજી તરફ 12951 મુંબઇ-દિલ્હી રાજધાની એક્સપ્રેસના ટાઇમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્રેન 8 વાગે ચાલશે. મુંબઇથી બીજા રાજ્યોમાં જનાર 6 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પ્રશ્ન એ ઉદભવે છે કે આવી પરિસ્થિતિમાં બુલેટ ટ્રેન દોડશે.
ફક્ત રેલ સેવા જ નહી વિમાન સેવા પણ પ્રભાવિત થઇ છે. ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે, જ્યારે ઘણા વિમાનો મોડા ઉડાણ ભરી રહ્યા છે. ખરાબ હવામાનના લીધે એરલાઇને સાવચેતીના ભાગરૂપે પોતાની ફ્લાઇટ્સને રદ કરી દીધી છે. રનવે પર સ્લાઇડીંગના લીધે વિમાનોના લેડિંગમાં પણ મુશ્કેલી થઇ રહી છે.
જોકે, મુંબઇમાં સતત થઇ રહેલા વરસાદને લીધે પરિસ્થિતિ ખરાબ છે. હવામાન વિભાગે હાઇ ટાઇડની ચેતાવણી જાહેર કરી દીધી છે. જુહૂ બીચ પર ભારે મોજાથી દૂર રહેવાની સલાહ આપી છે, જે પ્રવાસીઓ અને મુંબઇવાસીઓથી ખચોખચ ભરેલો રહેતો હતો તો હવે સૂમસામ નજરે પડી રહ્યો છે. માછીમારોને પણ સમુદ્વથી દૂર રહેવાની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સ્પષ્ટ છે કે મુંબઇમાં સતત વરસી રહેલા વરસાદના મુંબઇના વિસ્તારોની તસવીર ડરામણી છે.
હાલમાં ભારે વરસાદને પગલે વાશી અને વિરાર વચ્ચેની લોકલ ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે અને કેટલીક સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ માહિતી આપી છે કે વાશી અને વિરાર વચ્ચેના રેલવે ટ્રેકના પાટા પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે સર્વિસ રદ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ સંજોગોમાં લોકોને પરિવહનમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.