Golden Boy નિરજ ચોપરા બનશે ગુજરાતના મહેમાન, વિદ્યાર્થીઓ સાથે શેર કરશે મહત્વની ટીપ્સ
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનાર ગોલ્ડન બોય નિરજ ચોપડા ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તે વિદ્યાર્થી સાથે સંતુલિત આહાર, ફિટનેસ, સ્પોર્ટ્સ જેવા વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે.
અમદાવાદ: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનાર ગોલ્ડન બોય નિરજ ચોપડા ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તે વિદ્યાર્થી સાથે સંતુલિત આહાર, ફિટનેસ, સ્પોર્ટ્સ જેવા વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. આગામી 4 ડિસેમ્બરે નિરજ ચોપડા અમદાવાદ ખાતે આવેલી સંસ્કારધામ સ્કૂલમાં તે મિશન શરૂઆત કરશે. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે.
આ વર્ષની શરૂઆતમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર પ્રતિક્રિયા આપતા, આપણા ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયન સ્કૂલના બાળકો સાથે સંતુલિત આહાર, ફિટનેસના અત્યંત મહત્વના વિષયો પર વાતચીત કરવા માટે અને રમતગમતના એક અનોખા અભિયાનના માધ્યમથી ભારતના ભવિષ્યના ચેમ્પિયનોને સશક્ત બનાવવા માટે તૈયાર છે. ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા અને હવે દેશભરમાં એક આગળપડતું અને ઘરેઘરમાં જાણીતું નામ એવા નીરજ ચોપડા આ અભિયાનની શરૂઆત 4 ડિસેમ્બર, 2021ને અમદાવાદના સંસ્કારધામ સ્કૂલમાં સમગ્ર ગુજરાતના સ્કૂલના બાળકો સાથે કરશે.
ઘરમાં કબૂતર-ચકલીનો માળો આપે છે ખાસ સંકેત, જાણો તેના શુભ-અશુભ ફળ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube