ઘરમાં કબૂતર-ચકલીનો માળો આપે છે ખાસ સંકેત, જાણો તેના શુભ-અશુભ ફળ

મોટાભાગે ઘરમાં પક્ષી આવીને માળો (Nest) બનાવી લે છે. ક્યારેક મધમાખી અથવા પીળી મધમાખી પોતાનો માળો બાંધી લે છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) માં પશુ પક્ષીઓ, કીડા મકોડાના ઘરમાં પ્રવેશ કરવો અજીબ વ્યવહાર કરવાને લઇને શુભ-અશુભ ફળ ગણવામાં આવે છે.

ઘરમાં કબૂતર-ચકલીનો માળો આપે છે ખાસ સંકેત, જાણો તેના શુભ-અશુભ ફળ

નવી દિલ્હી: મોટાભાગે ઘરમાં પક્ષી આવીને માળો (Nest) બનાવી લે છે. ક્યારેક મધમાખી અથવા પીળી મધમાખી પોતાનો માળો બાંધી લે છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) માં પશુ પક્ષીઓ, કીડા મકોડાના ઘરમાં પ્રવેશ કરવો અજીબ વ્યવહાર કરવાને લઇને શુભ-અશુભ ફળ ગણવામાં આવે છે. આ જીવ-જંતુ ઘણા પ્રકારની ઘટનાઓના સંકેત આપે છે. આવો જાણીએ કે કયા પક્ષીનો ઘરમાં માળો બનાવવો કેવા સંકેત આપે છે. 

ચામાચિડીયું
ઘરમાં જો ચામાચિડીયું ડેરા જમાવી લે તો આ ખતરાની નિશાની છે. આ કોઇ અશુભ ઘટનાના સંકેત આપે છે. એવામાં ચામાચિડીયાનાને નુકસાન પહોંચાડશો નહી, ઘરમાંથી ભગાડી દો. 

મઘમાખીનો મધપૂડો
ઘરમાં મધમાખીનો મધપૂડો ન લાગવા દો. ઘરમાં મધમાખીનો મધપૂળો લાગેલો રહેવો કોઇ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. 

ભમરીનો મધપૂડો
ભમરીનો મધપૂડો પણ ઘરમાં રહેવું અશુભ ગણવામાં આવે છે. એવી સ્થિતિમાં મધપૂડાને સાવધાનીથી દૂર કરી દો. 

ચકલીનો માળો
ચકલીનો માળો બનાવવો શુભ ગણવામાં આવે છે. જે ઘરમાં ચકલી માળો બનાવે છે, ત્યાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઘરના લોકોનું ભાગ્ય વધે છે. આ ઘણા પ્રકારના વાસ્તુ દોષોને પણ દૂર કરે છે. 

કબૂતરનો માળો
કબૂતરને મા લક્ષ્મીનું ભક્ત ગણવામાં આવે છે. જે ઘરમાં કબૂતરનો માળો હોય છે. ત્યાં સુખ શાંતિ રહે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે.  ZEE 24 Kalak તેની પુષ્ટિ કરતું નથી) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news