NEETનું પરિણામ જાહેર, ગુજરાતનો રવિ માખેજા ભારતમાં 14માં ક્રમે
ધોરણ 12 સાયન્સ પછી મેડીકલ, ડેન્ટલમાં પ્રવેશ માટે લેવામાં આવેલી NEETની પરીક્ષાનું પરિણામ આખરે જાહેર કરાયું છે. NEETના પરિણામની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં 14 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જાહેર કરાયેલું NEETનું પરિણામ 56.27% આવ્યું છે.
અતુલ તિવારી/અમદાવાદ: ધોરણ 12 સાયન્સ પછી મેડીકલ, ડેન્ટલમાં પ્રવેશ માટે લેવામાં આવેલી NEETની પરીક્ષાનું પરિણામ આખરે જાહેર કરાયું છે. NEETના પરિણામની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં 14 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જાહેર કરાયેલું NEETનું પરિણામ 56.27% આવ્યું છે.
ગુજરાતનું 46.35 ટકા પરિણામ
ગુજરાતનું પરિણામ 46.35% જેટલું જ આવતા અનેક વિદ્યાર્થીઓને નિરાશા સાંપડી છે. રાજ્યભરમાંથી આશરે 72,000 કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે 35,177 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે. 720 માર્કની લેવાયલી NEETની પરીક્ષામાં 701 માર્ક સાથે રાજસ્થાનનો નલીન ખંડેલવાલ દેશભરમાં પ્રથમ આવ્યો છે. તો વિદ્યાર્થીનીની વાત કરવામાં આવે તો તેલંગાણાની માધુરી રેડ્ડી 695 માર્ક સાથે મહિલાઓમાં પ્રથમ સ્થાને આવી છે.
નવસારી: કાર અકસ્માતમાં ઘટના સ્થળે જ પાંચના કમકમાટી ભર્યા મોત
ગુજરાતનો રવિ માખેજા ભારતમાં 14માં ક્રમે
આ મહત્વપૂર્ણ પરીક્ષામાં ગુજરાતમાંથી પ્રથમ રવિ માખેજા આવ્યો છે જેણે સમગ્ર ભારતમાં 14મો ક્રમાંક હાસિલ કર્યો છે તો સાથે જ વડોદરાની વિદ્યાર્થીની હર્ષવી જોબનપુત્રાએ રાજ્યમાં બીજા અને દેશભરમાં 18માં ક્રમાંક મેળવ્યો છે... હવે આગામી દિવસોમાં ઓલ ઈન્ડિયા મેરીટ લીસ્ટ જાહેર કરાશે ત્યારબાદ મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશની કામગીરી શરુ કરાશે