ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે લેવાશે NEET UG 2023ની પરીક્ષા, આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન
ગુજરાતમાં અંદાજે 80 હજાર સહિત દેશભરમાંથી 20.87 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે અંદાજે 1.85 લાખ વધુ ઉમેદવારો પરીક્ષા આપશે.
અતુલ તિવારી/અમદાવાદ: આવતીકાલે (રવિવાર) દેશભરમાં NEET UG 2023 ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. દેશની મેડિકલ, ડેન્ટલ તેમજ આયુષ કોલેજોમાં MBBS, BDS, BAMS, BHMS સહિત કોર્સમાં પ્રવેશ માટે NEET UGની પરીક્ષા ફરજિયાત છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે. બપોરે 1.30 બાદ પરીક્ષા કેન્દ્રમાં એકપણ વિદ્યાર્થીને પ્રવેશ અપાશે નહીં. આવતીકાલે બપોરે 2 વાગ્યાથી સાંજે 5.20 વાગ્યા સુધી NEET UG ની પરીક્ષા યોજાશે.
આખરે કિંજલ બધાને રડાવતી ગઈ!, નર્સ બનીને સેવા કરવાનું સ્વપ્ન મર્યા પછી પણ સાકાર કર્યુ
ગુજરાતમાં અંદાજે 80 હજાર સહિત દેશભરમાંથી 20.87 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે અંદાજે 1.85 લાખ વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. 3 કલાક 20 મિનિટની પરીક્ષા 720 માર્કની રહેશે, જેમાં 200 પ્રશ્નોમાંથી 180 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. સાચા સવાલના જવાબ માટે 4 માર્ક અને સવાલના ખોટા જવાબ પર માઇનસ 1 માર્ક કપાશે. દેશભરના 497 શહેરો ઉપરાંત દેશ બહારના 14 શહેરોમાં NEET UG 2023નું આયોજન કરાશે. પેન અને પેપર આધારિત NEET UG 13 ભાષાઓમાં લેવાશે, ધોરણ 11 અને 12 ના પુસ્તકોમાંથી ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના પ્રશ્નો પૂછાશે.
'હમારી છોરીઓ છોરો સે કમ નહીં હે',દુબઈમાં સુરતની દીકરીનો ગોલ્ડ જીત્યો,પરિવાર ભાવવિભોર
પરીક્ષાર્થીઓએ neet.nta.nic.in પરથી પ્રવેશપત્ર ફરજિયાત ડાઉનલોડ કરવાના રહેશે. પ્રવેશપત્ર પર ફોટો લગાડી, એક ઓરીજીનલ ઓળખપત્ર પણ સાથે રાખવાનું રહેશે. પરિક્ષાકેન્દ્રમાં પાકીટ, ચશ્મા, હેન્ડબેગ, પટ્ટો, ટોપી, ઘડિયાળ, કેમેરા, બ્લુટુથ, મોબાઈલ, પેનડ્રાઈવ, બૂટ સહિત ઇલેક્ટ્રોનિક ચીજો સાથે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષાના ભાગરૂપે જામર, બાયોમેટ્રિક મશીન, ફ્રીસ્કીન્ગ, મેટલ ડીટેક્ટરની વ્યવસ્થા ગોઠવાશે. CCTV મોનીટરીંગ સહિત પોલીસકર્મીઓ સહિત ખાનગી સિક્યોરિટીના જવાનો તૈનાત રહેશે.
વરઘોડામાં ઘોડીએ ચઢેલા વરરાજા ગબડી પડ્યા, જુઓ ઘટનાનો વીડિયો
NEET UG ના પરિણામ બાદ 1899 AIIMS, 249 JIPMER ની બેઠકો સિવાય 612 મેડિકલ કોલેજ તેમજ 315 ડેન્ટલ કોલેજોમાં 92 હજાર જેટલી MBBS તેમજ 27 હજાર જેટલી BDS, 52 હજાર જેટલી આયુષ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવશે.