'હમારી છોરીઓ છોરો સે કમ નહીં હે', દુબઈમાં કરાટે ચેમ્પિયનશીપમાં સુરતની દીકરીનો શાનદાર દેખાવ
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટીમાં પરિવાર સાથે શિહોર જીશા રહે છે.નાનપણથી જ સ્પોર્ટ્સમાં એક્ટિવ રહેતી જીશાએ કરાટેમાં પોતાની કારકિર્દી બનવાનો વિચાર બનાવ્યો હતો.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સુરતની દીકરીએ દુબઈમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ સાથે ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે. 30 એપ્રિલના રોજ દુબઈ ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની 17 વર્ષીય શિહોરા જીશાને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટીમાં પરિવાર સાથે શિહોર જીશા રહે છે.નાનપણથી જ સ્પોર્ટ્સમાં એક્ટિવ રહેતી જીશાએ કરાટેમાં પોતાની કારકિર્દી બનવાનો વિચાર બનાવ્યો હતો. અભ્યાસ સાથે તે કરાટેની ટ્રેનિંગ કરતી હતી. જીશા ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ દુબઈ ખાતે કરાટે ચેમ્પિયન શીપમાં ભાગ લેવા ગઈ હતી.
દુબઈ ખાતે 30 એપ્રિલથી યોજાયેલ દુબઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયન શિપ બુડોકેન કપ દુબઈ-2023 સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાંથી 600થી વધુ કરાટે વિર-વિરાંગનાઓ વચ્ચે યોજાઈ હતી. જેમાં શિહોરા જીશાબેન વિજયભાઈ કુમેટે(ફાઇટ)માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે કાતા ફાઇટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે