ઝી બ્યુરો/રાજકોટ: NEET UGમાં ઓલ ઇન્ડિયામાં રાજકોટના વિદ્યાર્થીએ ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. જી હા...દેશના જાહેર કરાયેલા ટોપ 100માં કુલ 6 વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. જેમાં રાજકોટના દર્શ પાઘડારે NEET UGમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. રાજકોટના પ્રીમિયર સ્કૂલના વિદ્યાર્થી દર્શ પાઘડારે NEET UGમાં 720માંથી 720 માર્ક મેળવી ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. NEET UGમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવનાર દર્શ પાઘડારેના પિતાની જેમ પોતે પણ ડોક્ટર બનવા માગે છે. તેમની બહેન પણ MBBSનો અભ્યાસ કરી રહી છે. દર્શનું સપનું પણ MBBS બાદ સર્જન બનવાનું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગકાંડ મુદ્દે મોટા સમાચાર: TRP ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ કર્યો મોટો ધડાકો


ગુજરાતના બે વિદ્યાર્થીને 720માંથી 720 માર્ક્સ મળ્યા છે. જેમાં એક વિદ્યાર્થી રાજકોટનો અને બીજો અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના દર્શ પાઘડારને ફિઝિક્સમાં 99.967, કેમિસ્ટ્રીમાં 99.861, બાયોલોજીમાં 99.908 માર્ક્સ મળ્યા છે. 


NDAની મજબૂરીમાં ગુજરાત સહન કરશે, આ નેતાઓ હવે દિલ્હીની ગાદી ભૂલી જાઓ


દર્શે જણાવ્યું હતું કે પ્રથમ પ્રયાસે જ નીટની પરીક્ષામાં 720માંથી 720 માર્ક મેળવ્યા છે. સ્કૂલ અને પરિવારનો સપોર્ટના કારણે સારી મહેનત કરીને હું આ સિદ્ધિ મેળવી શક્યો છે, મારી જેમ તમામ વિદ્યાર્થીઓ આ કરી શકે છે. મારી સ્પેશિયલાઈઝેશનમાં સર્જન બનવાની ઈચ્છા છે. પિતા મલય પાઘડાર તબીબ છે તો માતા ઉર્મિલાબેન ગૃહિણી છે. જ્યારે બહેન દર્શી MBBSના ફાઈનલ યર(વર્ષ)માં અભ્યાસ કરી રહી છે.


શું ગુજરાતમાં સારા વરસાદ માટે જોવી પડશે લાંબી રાહ? અંબાલાલની આ આગાહી ભુક્કા બોલાવશે!


તેણે વધુમાં જણાવ્યું હતું કે NEET યુજીમાં 720માંથી 720 માર્ક્સ મેળવ્યા છે. NCERTની ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની જે ટેક્સ બુક છે એને મેં પ્રિફર કરી છે, જેને ટોપ પ્રાયોરિટી આપવી જોઈએ. MCQ માટે NEET પરીક્ષાના ભૂતકાળનાં પેપરોનો અભ્યાસ કરવો જોઈએ. સ્કૂલમાં લેવામાં આવતી ટેસ્ટને કારણે પણ ઘણો ફાયદો થયો છે. 


અમદાવાદમાં ઉંઘી ગંગા વહી! પોલીસ કર્મીએ જ આ પોલીસ સ્ટેશન સાથે કરી લાખોની ઉચાપત


આ વર્ષે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-અંડર ગ્રેજ્યુએટ માટે રેકોર્ડ 23 લાખ ઉમેદવાર નોંધાયા હતા. જેમાંથી 10 લાખથી વધુ છોકરા, 13 લાખથી વધુ છોકરી અને 24 થર્ડ જેન્ડર કેટેગરીના વિદ્યાર્થી હતા. પ્રદેશ મુજબ ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 3,39,125 ઉમેદવાર નોંધાયા હતા, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 2,79,904 અને રાજસ્થાનમાં 1,96,139 ઉમેદવાર નોંધાયા હતા. રાજકોટમાં 7249 અને દેશભરમાં આશરે 23 લાખ વિદ્યાર્થીના રજિસ્ટ્રેશન થયા હતા.