અતુલ તિવારી/અમદાવાદ :પાડાના વાંકે પખાલીને ડામ. સરકારી બાબુઓને આ કહેવત મોટાભાગના કિસ્સામાં લાગુ પડતી હોય છે. સત્તાધીશો અને પદાધિકારીઓ પોતાનુ કામ સમયસર કરતા નથી. જેને કારણે જેને લાભ મળવો જોઈએ તે વંચિત રહી જાય છે. આવુ જ કંઈક ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ના સ્પોર્ટસ વિભાગે કર્યું. ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગની ભારે બેદરકારી સામે આવી છે. સ્પોર્ટ્સ (sports) વિભાગે નિર્ધારિત સમયમાં ટેબલ ટેનિસ સ્પર્ધા માટે એન્ટ્રી ના મોકલતા ટીમ સ્પર્ધામાથી જ બાકાત થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત યુનિ. સાથે જોડાયેલી કોલેજોના વિદ્યાર્થીઓ જેમને ટેબલ ટેનિસમાં રસ હોય તેમની ટીમનું રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. રાજસ્થાન ખાતે વેસ્ટ ઝોનની સ્પર્ધા માટે ટીમની એન્ટ્રી મોકલવાની હતી. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીએ એન્ટ્રી મોકલવા 30 નવેમ્બરે જાહેરાત કરી હતી અને 17 ડિસેમ્બર સુધીમાં એન્ટ્રી મોકવાની હતી. પરંતુ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગના સત્તાધીશો એન્ટ્રી મોકલવાની તારીખ જ ભૂલી ગયા હતા. જેથી  પસંદ કરાયેલી ટીમની એન્ટ્રી ના શકી ન હતી. 


આ પણ વાંચો : ગુજરાતની માઠી દશા બેસી, માવઠા વચ્ચે આ જિલ્લામાં આવ્યો ભૂકંપ


આમ, સ્પોર્ટ્સ વિભાગની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓએ રમવાની તક ગુમાવી છે. ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગના ડાયરેક્ટર થોડા સમય પહેલા નિવૃત્ત થયા બાદ તેમના સ્થાને ઇન્ચાર્જ ડાયરેક્ટરની નિમણૂંક કરાઈ છે. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી દ્વારા ચાર ઝોનની સ્પર્ધા બાદ વિજેતાઓને નેશનલ લેવલે રમવાની તક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ વિભાગમાં જવાબદાર વ્યક્તિના અભાવે વિદ્યાર્થીઓએ સર્ટિફિકેટ મેળવવાની પણ તક ગુમાવી છે.