સુરતઃ પલસાણા તાલુકાના કરાડા ગામ ખાતે ગતરોજ જુના હળપતિવાસ ખાતે કમુબેન બુધિયાભાઇ રાઠોડ નામની આડેઢ મહિલાની નજીવી બાબતને લઇને જુના હળપતિવાસ ખાતે રહેતા ચાર જેટલા વ્યકિતઓએ લાકડાં, ચપ્પુ, કુહાડીથી માર મારી હત્યા નિપજાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરાડા ગામ જુનાં હળપતિવાસ ખાતે ગતરોજ મૃત્યુ પામનાર કમુબેન ઉંમર વર્ષ 70 પોતાની જગ્યામાં રહેલા લાકડા રાખવા બાબતે  ફળીયામાં જ રહેતા આરોપી એવા હરીશભાઈ નટુભાઈ રાઠોડ, આકાશ હરીશભાઈ રાઠોડ, બાદલ હરીશભાઈ રાઠોડ તેમજ મીનાબેન હરીશભાઈ રાઠોડને કહેવા જતાં ઉશ્કેરાયેલા  એક જ પરીવારના ચારે આરોપીઓએ મહિલા કમુબેનને માર મારવા સહિત કુહાડી, ચપ્પુ, જેવાં હથિયારો વડે મહિલા પેટમાં ચાર જેટલા ઘા ઝીંકી હાથ અને પગમાં પણ ચપ્પુ વડે હુમલો કરી નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાની જાણ કડોદરા GIDC પોલીસને થતા પોલીસની ટીમ આવી જતા આરોપીઓ નાસી છૂટીયા હતા. ત્યાર PI પ્રવીણ વળવીએ જરૂરી કાગળો કરી મહિલાને પોસ્ટમોર્ટમ કરવા પલસાણા ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યાં હતાં. જયાં આરોગ્ય વિભાગ ડોક્ટર દ્વારા મહિલા કમુબેનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.   


બગસરાના હામાપુરમાં સાત લોકો તણાયા, 4ના મોત, 3નો આબાદ બચાવ  


આખી ઘટનાની જાણ કડોદરા પોલીસને થતા ધટના સ્થળે કડોદરા GIDC પોલીસ સ્ટેશનના પી.આઈ.વળવી તેમની ટીમ તેમજ એફ એસ એલ દ્વારા ઘટના સ્થળેથી લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ મૃતકના પુત્ર એવા રવજીભાઈ બુધિયાભાઇ રાઠોડની ફરિયાદ લઈ પી આઈ વળવી દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર