ભાણેજ અને મામીએ ઘરમાં ખીલવ્યા પ્રેમના ગુલાબ! મામા સુધી વાત પહોંચતા જ આવ્યો કરુણ અંજામ
Crime News : સગા મામી સાથે ભાણેજને આડાસંબંધ હતો, જેના કારણે મામા, મામી અને તેનો દિકરાએ મળી તેના સગા ભાણીયાને ઘરે જ પતાવી દીધો
Botad News : બોટાદમાં સગા મામી સાથેનો પ્રેમ સંબંધ ભાણેજને ભારે પડ્યો છે. જેની કિંમત તેનો જીવ આપીને તેણે ચુકવવી પડી છે ત્યારે કઈ રીતે મામી-ભાણેજના સંબંધનો આવ્યો લોહિયાળ અંત અને શું હતી આખીયે ઘટના જુઓ આ અહેવાલમાં...
- આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ
- મામી-ભાણેજના સંબંધને લગાવ્યું લાંછન
- યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો
- સગા મામા-મામીએ જ ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ
બોટાદના કારીયાણી ગામે એક યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે...યુવાનની હત્યા કરાયેલી લાશ તેના જ ઘરમાંથી મળી આવી હતી જે મામલે કારીયાણી પોલીસે તપાસ કરતા ખુલ્યા સંબંધોની હત્યાના રાઝ..જેમાં મૃતકને પોતાના સગા મામી સાથે જ આડાસંબંધો હોવાનું ખુલ્યું જોકે છેલ્લા થોડા સમયથી બંને વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો અને એમાય મકાનની બાબતે બોલાચાલી થતા જ સગા મામા,મામી તેમજ તેમના દિકરાએ મળીને યુવાન દિલીપને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે આ મામલે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.
આમતો મૂળ બાબરા ગામના વતની અને બોટાદ જિલ્લાના કારીયાણી ગામે નાનપણથી જ મામા ના ઘરે રહેતા ભાણેજ દિલીપભાઈ ખાચર ને તેના સગા મામી સાથે આડાસબંધ હતો. દિલીપના મા બાપ ન હોવાના કારણે તે પોતાના મામામામી સાથે જ રહીને ઉછર્યો હતો..એમાં જ તેના સંબંધ તેના જ સગા મામી સાથે બંધાઈ ગયા જો કે સમય જતાં બંનેના સંબંધોમા તીરાડ પડતી ગઈ જેથી અનેક વાર બંને વચ્ચે કોઈને કોઈ બાબતે ઝઘડા થતાં રહેતા હતા. જો કે બનાવના દિવસે ભાણેજ અને મામા વચ્ચે મકાન બાબતે ઝઘડો થયો અને અગાઉ થયેલ ઝઘડાની દાઝ રાખી ને મામા, મામી તેમજ તેમનાના દિકરાએ મળીને ભાણેજને માથે હથિયારના ઘા મારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું..હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય ફરાર થઈ ચુક્યા હતા જોકે આ અંગે પોલીસે તપાસ કરતા તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે..
- ભાણેજ દિલીપના મામી સાથે હતા આડાસંબંધ હતા
- મામા-મામી સાથે જ રહીને ઉછર્યો હતો
- તેના સંબંધ તેના જ સગા મામી સાથે બંધાઈ ગયા
- બંનેના સંબંધોમા તીરાડ પડતી ગઈ
- બંને વચ્ચે કોઈને કોઈ બાબતે ઝઘડા થતાં રહેતા
- બનાવના દિવસે ભાણેજ અને મામા વચ્ચે મકાન બાબતે ઝઘડો થયો
- અગાઉ થયેલ ઝઘડાની દાઝ રાખી
- મામા, મામી તેમજ તેમનાના દિકરાએ મળીને હત્યા કરી
- ભાણેજને માથે હથિયારના ઘા મારીને કરી હત્યા
આ પ્રકારની ઘટના સામે આવતા ફરીએકવાર સંબંધોની ગરિમા પર લાંછન લાગ્યું છે. ભલે હત્યા કરવા પાછળનું કારણ મકાન બાબતની માથાકૂટ બતાવવામાં આવી રહી હોય પણ મામી-ભાણેજના આ સંબંધોથી કંટાળીને જ એક પરિવારે હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તે વાતમાં કોઈ બે મત નથી.
રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યો