ખેલાયો ખૂની ખેલ! ત્રણ શખ્સોએ યુવાનને છરીના ઘા મારી વેંતરી નાખ્યો: ફઇ અને પિત્રાઇ ભાઇને ગંભીર ઇજા
ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા અને સ્થિતિ પર અંકુશ લગાવવો જરૂરી બન્યો હોય એવું લાગી રહ્યું છે. દર અઠવાડિયે કે પખવાડિયે આ પ્રકારના હત્યાના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી છે.
નવનીત દલવાડી/ભાવનગર: શહેરના કરચલીયા પરાના 60 ફળી વિસ્તારમાં મોડી રાત્રિના સમયે જૂની અદાવતે યુવાની હત્યા કરાઈ, ત્રણ વર્ષ પહેલા થયેલ સગાઈ બાબતેનું લાગી આવતા વેર વાળવા ત્રણ શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે ઉમલો કર્યો હતો, જેમાં બચાવવા પડેલ ફઈના દિકરાની કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. સાથે જ સગાઈ કરેલ 21 વર્ષીય યુવકને ગળાના ભાગે છરી મારી દેતા તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવમાં કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે.
તહેવારો પહેલા સૌથી મોટા રાહતના સમાચાર, સિંગતેલ અને કપાસિયા તેલમાં સૌથી મોટો ઘટાડો
ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા અને સ્થિતિ પર અંકુશ લગાવવો જરૂરી બન્યો હોય એવું લાગી રહ્યું છે. દર અઠવાડિયે કે પખવાડિયે આ પ્રકારના હત્યાના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી છે. ગત મોડીરાત્રિના સમયે શહેરના કરચલીયા પરા 60 ફળી નામના વિસ્તારમાં દિપક મેર નામના યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેસી નાખવામાં આવ્યો હતો, ત્રણ ઈસમો દ્વારા દિપક મેર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે શરીરના અનેક ભાગે જીવલેણ ઘા ઝીંકી દેતા દીપક મેર નામના યુવાનનું મોત નિપજ્યું હતું,
સુરતમાં હચમચાવી નાંખે તેવી ઘટના! નાનકડી સિગારેટ માટે મિત્રની હત્યા, 3 દિવસમાં કેસ...
જ્યારે અન્ય એક 21 વર્ષિય યુવાન માનવ બારૈયા ને અને તેમની માતાને પણ આ ત્રણ શખ્સો એ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટ્યા હતા, જો કે હાલ ઇજાગ્રસ્ત માનવ બારૈયાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહયુ છે. જેની સારવાર ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. મોડીરાત્રિના સમયે થયેલ હત્યાના બનાવ બાદ ભાવનગર SP હર્ષદ પટેલ સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હત્યાની વિગતો મેળવી તપાસ હાથ ધરી હતી.
ગુજરાતની 300 અને અમદાવાદની 250 કંપનીઓ પર મોટો ખતરો! ગમે ત્યારે થઈ શકે છે મોટો કાંડ
આજથી ત્રણ વર્ષ પહેલા સમગ્ર ઘટના અંગે વેરઝેર નાં બીજ રોપાયા હતા, જેમાં પહેલા હરેશ બારૈયા નામના યુવક સાથે વીરુબેન નામની યુવતીની સગાઈ થઈ હતી પરંતુ કોઈ કારણોસર હરેશ બારૈયા એ આપઘાત કરી જીવન ટૂંકાવી નાખ્યું હતું, જે બાદ વીરુબેન નામની યુવતીની સગાઈ માનવ બારૈયા સાથે કરવામાં આવી હતી, જેનું મનદુઃખ લાગતા સમગ્ર હત્યાનો પ્લાન બનાવી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
'હું કહું એની બદલી કરાવો, નહીં તો તમારી બદલી કરીશ..', ગાંધીનગરથી ઝડપાયો નકલી કલેક્ટર
આ બનાવમાં માનવ નામનો યુવાન રાત્રીના સમયે દુકાન પર દૂધ લેવા ગયો હતો એ સમયે કિશન રાઠોડ, રોહિત સોલંકી અને મહેશ ઉર્ફે મયલો નામના શખ્સો અગાવ થયેલ સગાઈ બાબતનું વેર વાળવા પહોંચી ઝઘડો કરી રહ્યા હતા એ સમયે દીપક મેર પણ વચ્ચે પડ્યો હતો. જેના પર આ ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સાથે જ માનવ બારૈયા ને પણ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી નાસી છૂટ્યા હતા.
અડધીરાત્રે ખૂની ખેલ! લગ્ન માટે લીધેલા પૈસા બન્યા મોતનું કારણ, આરોપીની ધરપકડ બાદ...
આ હત્યાના બનાવને લઈ ભાવનગર શહેરમાં ચકચાર મચી જવા પામી છે મોડી રાત્રિના સમયે ભાવનગર એસપી હર્ષદ પટેલ, સ્થાનિક સી ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ એલસીબી અને એસઓજી ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. હત્યા બાદ ત્રણેય હત્યારાઓ ફરાર થઈ ચૂક્યા હતા, જેને શોધવા માટે LCB અને એસઓજીની ટીમ કામે લાગી છે.
જર્મનીમાં રહેલી મૂળ ગુજરાતી દીકરી અરિહા પર મોટા સમાચાર, વિદેશ મંત્રાલયે આપી ખુશખબર