તહેવારો પહેલા સૌથી મોટા રાહતના સમાચાર, સિંગતેલ અને કપાસિયા તેલમાં સૌથી મોટો ઘટાડો
રાજકોટ ખાદ્યતેલ માર્કેટના અપડેટ અનુસાર, આજના લેટેસ્ટ ભાવ અનુસાર 15 કિલો સીંગતેલના ડબ્બાનો ભાવ 3080થી 3130 જોવા મળી રહ્યો છે. તો કપાસિયા તેલનો ભાવ 1995 રૂપિયા થયો છે. મગફળીની આવક અને ઉત્પાદનના આંકડાને લઈ સીંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળતા વેપારીઓ તથા નાગરિકોમાં રાહત જોવા મળી રહી છે.
Trending Photos
Edible Oil Price: સતત થઈ રહેલા તેલના ભાવમાં ભડકાથી હવે માંડ રાહત મળી છે. ગુજરાતમાં તહેવારો પહેલા રાહતના સમાચાર આવ્યા છે. સીંગતેલમાં ડબ્બે રૂપિયા 40 નો ઘટાડો થયો છે. જોકે, ભાવ ઘટાડા છતા સીંગતેલનું ડબ્બો હજી પણ 3000 ને પાર જ છે. રાજકોટમાં સીંગતેલનો ડબ્બો 3080થી 3130 રૂપિયા બોલાઈ રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકના પગલે ભાવમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવકમાં હવે વધારો થશે.
રાજકોટ ખાદ્યતેલ માર્કેટના અપડેટ અનુસાર, આજના લેટેસ્ટ ભાવ અનુસાર 15 કિલો સીંગતેલના ડબ્બાનો ભાવ 3080થી 3130 જોવા મળી રહ્યો છે. તો કપાસિયા તેલનો ભાવ 1995 રૂપિયા થયો છે. મગફળીની આવક અને ઉત્પાદનના આંકડાને લઈ સીંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળતા વેપારીઓ તથા નાગરિકોમાં રાહત જોવા મળી રહી છે.
ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાતા સિંગતેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. બ્રાન્ડેડ સિંગતેલનો ડબ્બો 3130 રૂપિયા થયો છે. બ્રાન્ડેડ કપાસિયા તેલનો ભાવ 1995 રૂપિયા થયો છે. સૌરાષ્ટ્રમાં મગફળીના પાકને વરસાદના કારણે જીવનદાન મળ્યું છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા લોકોને મોટી રાહત મળી છે. આગામી સમયમાં બજારમાં નવી મગફળીની આવક અને સિંગતેલની ડિમાન્ડમાં ઘટાડો થતા ભાવ ઘટ્યા હોવાનું મનાઈ રહ્યું છે.
માર્કેટમાં નવી મગફળી આવતા ભાવમાં ઘટાડો
સીંગતેલના ભાવમાં રૂપિયા સીધો 40 રૂપિયાનો ઘટાડો થયો છે. રૂપિયા 40નો ઘટાડો થતાં સીંગતેલનો ડબ્બો 3080થી 3130 રૂપિયાએ પહોંચ્યો છે. તહેવાર પહેલા જ સિંગતેલના ભાવમાં થોડા અંશે ઘટાડો થતાં વેપારીઓ અને ગૃહિણીઓ માટે આ સમાચાર રાહતના ગણી શકાય. નવી મગફળીની આવક થતા સીંગતેલના ભાવમાં ઘટાડો આવ્યો હોવાનું કહેવાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે