ગાંધીનગર : આજે નાયબ મુખ્યપ્રધાને જુનિયર ડોક્ટર્સની હડતાળ સહિતનાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જુનિયર ડોક્ટર્સને કડક સંદેશો આપતા જણાવ્યું કે, લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા આ ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે. બહારથી આવતા ડોક્ટર્સ પણ લાખો રૂપિયા ભરે ત્યારે તેમને અહીં ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરવા દેવામાં આવે છે. જ્યારે અહીં તો સરકાર પ્રેક્ટિસની સામે 12 હજાર જેટલી રકમ આપે છે. તેવામાં આ ડોક્ટર્સ કોરોનાનાં નામે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરે તે અયોગ્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી કાલે કચ્છનાં નવા ઔદ્યોગિક અધ્યાયની કરશે શરૂઆત, જાણો શું છે પ્રોજેક્ટનું મહત્વ?


અત્રે ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યમંત્રી નીતિન પટેલની ચિમકી બાદ પણ જુનિયર ડોક્ટર્સ લાલઘુમ થયા છે. ડોક્ટર્સનો આરોપ છે કે, સરકાર તેમની પાસે વેઠ કરાવી રહી છે. 12 હજાર રૂપિયા આજે કોઇ રોજમદાર મજુર હોય તો પણ તેને મળે છે. તેવામાં આટલો અભ્યાસ કરી ચુકેલા ડોક્ટર્સને માત્ર આટલું વળતર ચુકવવામાં આવે તે કેટલી હદે યોગ્ય છે. અન્ય રાજ્યોની તુલનાએ આ વળતર ખુબ જ ઓછું છે. અમે કોરોનાના કપરા સમયમાં ફ્રન્ટલાઇનર તરીકે અમારો જીવ જોખમમાં મુકીને ફરજ બજાવી પરંતુ સરકાર અમારી પ્રત્યે સહાનુભુતિ તો નથી જ દાખવી રહી પરંતુ અમે કોઇ આરોપી હોય તે પ્રકારે અમારી વિરુદ્ધ ચિમકીઓ ઉચ્ચારી રહી છે. 


Dy.CM એ સરકારની સ્થિતી સ્પષ્ટ કરી, કોરોના કાળના બહાના હેઠળ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ સહ્ય નહી


IMA દ્વારા જુનિયર ડોક્ટર્સને સમર્થન
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળથી જ IMA સતત ખાનગી ડોક્ટર્સ હોય કે જુનિયર ડોક્ટર્સ સરકાર વિરુદ્ધનું સ્ટેન્ડ રહ્યું છે. ખાનગી ડોક્ટર્સ અને હોસ્પિટલનો મુદ્દો હોય કે આયુર્વેદિક ડોક્ટર્સ જેવા અનેક મુદ્દા પર સરકાર વિરોધી વલણ દાખવી ચુકી છે. ત્યારે જુનિયર ડોક્ટર્સના મુદ્દે પણ હવે હવે IMA સરકાર વિરુદ્ધ અને જુનિયર ડોક્ટર્સની પડખે ઉભુ રહ્યું છે. તેમણે આ આંદોલનને સમર્થન કર્યું છે. સરકારને અપીલ કરી છે કે જુનિયર ડોક્ટર્સને યોગ્ય વેતન મળે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube