પ્રશાંત ઢીવરે/સુરત: સુરત એસટી વિભાગ દિવાળીના સમયે એક્સ્ટ્રા 2200 જેટલી બસો ફાળવી રહી છે 20 જેટલી નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી 20 જેટલી બસોને લોકાર્પણ કર્યું હતું. બસને લીલી ઝંડી આપ્યા બાદ બસમાં મુસાફરી કરી રોડ પર ફૂટપાથ પર દિવાળીના દિવાની ખરીદી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હે માનવ! તું કેમ ભૂલ્યો માણસાઈ? જાણો અબોલ કૂતરી માણસાઈની ક્રુરતા સામે કેવી રીતે હારી


દિવાળી આવી રહી છે અને ખાસ સુરત એસટી વિભાગ દ્વારા દિવાળીને લઈ એક્સા બસોનું અલગથી સંચાલન કરી આયોજન કરવામાં આવ્યું છે. તેથી સુરત એસટી વિભાગ દ્વારા નવીન બસોનું લોકાર્પણ સમયાંતરે કરવામાં આવી રહ્યું છે. અગાઉ 40 જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે આજે ફરીથી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 20 જેટલી નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય રેલ રાજ્ય અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ, મેયર દક્ષેશ માવાણી એસટી વિભાગના કર્મચારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


વિકૃતિની પરાકાષ્ઠા:અજાણ્યા શખસે કૂતરી સાથે કર્યો બળાત્કાર, ગર્ભાશયમાંથી મળ્યા કન્ડોમ


નવીન બસો ખાસ બેઠક વ્યવસ્થા સાથે બનાવવામાં આવી છે. જેમાં લાંબા રૂટ પર મુસાફરી થાય તો મુસાફરને થાક ન લાગે તે પ્રકારની બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે. બસના ઇન્ટિરિયર ડિઝાઇન પણ મુસાફરોને આકર્ષિત કરે તે પ્રકારનું બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને અગાઉ એસટી વિભાગ નવીન બસોમાં ઇન્ટિરિયરમાં કોઈ સુધાર ન કરતું હતું. પરંતુ ખાનગી બસો ના ઇન્ટિરિયર પ્રમાણે હવે એસટી બસોમાં પણ ઇન્ટિરિયર ડિઝાઇન બનાવવામાં આવી રહી છે અને મુસાફરોનું આકર્ષણ બને તે પ્રકારે બસની અંદર ઇન્ટિરિયર ડિઝાઇન બનાવવામાં આવી રહ્યા છે.


ભાવનગરમાં મોટા ઘરના સગીર નબીરાએ પોતાના જન્મદિને અકસ્માત સર્જ્યો, અનેક વાહનોને કચડ્યા


આ સાથે જ ગૃહરાજ્યમંત્રીએ 20 બસોનું લોકાર્પણ કરી નવીન બસમાં મુસાફરી પણ કરી હતી. મુસાફરી બાદ હર્ષ સંઘવીએ અગાઉ અપીલ કરી હતી તે પ્રમાણે રોડ પર પાથરણા વાળાઓ પાસેથી દીવડાઓની ખરીદી કરી હતી દીવડાઓની ખરીદી કર્યા બાદ ડિજિટલ પેમેન્ટ પણ ચૂકવ્યું હતું. હર્ષ સંઘવી અગાઉ પણ આ મામલે શહેરીજનોને અને સમગ્ર ગુજરાતની જનતાને અપીલ પણ કરી છે. પાથરણા વાળાઓ પાસેથી દિવાળીની વસ્તુની ખરીદી કરી તેમને દિવાળી સારી બનાવવા માટે ફરીથી લોકોને આહવાન કર્યું હતું. સાથે પાથરણાના કોઈ પણ તકલીફ ન પડે તકેદારી રાખવા ગૃહ મંત્રીએ સૂચન કર્યું છે. મોટા વેપારીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. ટ્રાફિકના નિયમનો અનુસરવા પડશે.


ખળભળાટ! બે પ્રેમીઓએ ષડયંત્ર રચી વૃદ્ધાનું ઢીમ ઢાળ્યું, સનસનાટી મચાવતી સ્ટોરી