ભરત ચુડાસમા/ભરૂચ :ભરૂચમાં જૂના સરદાર બ્રિજ નીચેથી તરછોડાયેલી નવજાત બાળકી મળી આવી છે. શાકભાજી લેવા જતાં વૃદ્ધાને થેલામાં કોઈના રડવાનો અવાજ આવ્યો હતો. તેમણે તપાસ કરતા તેમાંથી બાળકી મળી આવી હતી. વૃદ્ધાએ તાત્કાલિક 108 પર ફોન કરી એમ્બયુલન્સને બોલાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે સમય એવો આવી ગયો છે કે માનવી લાગણીવિહીન બની રહ્યો છે. સંતાન હોય કે માતાપિતા હવે ક્રુરતા કરતા અચકાતા નથી. માતાપિતા પોતાના જીગરના ટુકડા જેવા સંતાનોને ત્યજી દે છે, મારી નાંખે છે, રસ્તા પર ફેંકી દે છે. આવામાં ભરૂચમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ભરૂચ અંકલેશ્વરમાં જોડતા જૂના સરદાર બ્રિજ પાસેથી શાંતાબેન નામના એક વૃદ્ધ મહિલા પસાર થઈ રહી હતી, ત્યારે રસ્તા પર એક નવો નકોર થેલો પડ્યો હતો. નવો થેલો હોવાથી શાંતાબેન એ ઉપાડવા ગયા. થેલાને હાથ લગાવતા જ અંદરથી બાળકીના રડવાનો અવાજ આવ્યો. જેથી તેઓ ડઘાઈ ગયા હતા, અને થેલાની ચેઈન ખોલીને જોયુ તે અંદર નવજાત શિશુ હતું.


આ પણ વાંચો : ટ્રાન્સજેન્ડર વિરાજનો ધડાકો, મારું લિંગ ઓપરેશન ફેલ ગયુ હતું, લિંગ કોઈ કામનું નથી!!


નવજાત બાળકને જોતા જ શાંતાબેન ડઘાઈ ગયા હતા. તેમણે તાત્કાલિક હાઈવે ઓથોરિટીને જાણ કરી હતી. જેઓએ એમ્બ્યુલન્સ બોલાવતા શિશુને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ જવાયું હતું. 


તબીબોએ તપાસ કરતા જાણવા મળ્યું કે, નવજાત શિશુ બાળકી હતી. આ બાળકી અંદાજે દોઢ મહિનાની છે. તેના હોઠ જન્મજાત ફાટેલા હતા. તથા તાળવાનો ભાગ પણ ફાટેલો છે. ત્યારે ખોડખાંપણ હોવાને કારણે તેને ત્યજી દેવામાં આવી હોઈ શકે તેવુ અનુમાન છે. આ બાળકીને જોઈને શાંતાબેન પણ ભાવુક થઈ ગયા હતા. તેઓએ માસુમ બાળકીને ખોળામાં મૂકીને રમાડી હતી. 


ત્યારે ગુજરાતમાં વારંવાર બનતી આવી ઘટનાઓ અનેક સવાલો કરે છે. બાળકી જો ખોડખાંપણ સાથે જન્મે તો તેમાં એનો શુ વાંક. એ નવજાત તો હજી પૃથ્વી પર આવી છે. ત્યારે કોણે આવી ફૂલ જેવી બાળકીને રસ્તા પર રઝળતી મૂકી દીધી.