ટ્રાન્સજેન્ડર વિરાજનો ધડાકો, મારું લિંગ ઓપરેશન ફેલ ગયુ હતું, સાથળની ચામડીથી બનાવેલું લિંગ કોઈ કામનું નથી!!
Vadodara News : લિંગ નાંખવાનું બાકી હોવાથી વિરાજ પત્ની સાથે સેક્સ માણતો ન હતો. પરંતુ, તે પત્નીને જણાવતો હતો કે, હું રશિયા ગયો હતો. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં મારું લિંગ નાનું થઇ ગયું છે. મારે ઓપરેશન કરાવવાનું છે
Trending Photos
વડોદરા :સ્ત્રીમાંથી પુરુષ બનીને દિલ્હીની યુવતીએ વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા, છ વર્ષ બાદ પતિની પોલ ખૂલતા જ મહિલાની જિંદગી બરબાદ થઈ ગઈ. ત્યારે વડોદરા પોલીસ દ્વારા ડો.વિરાજ ઉર્ફે વિજેતાની ધરપકડ કરવામાં આી છે. ત્યારે ટ્રાન્સજેન્ડર વિરાજે પોલીસ સામે અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જે સાંભળીને પોલીસ પણ હક્કાબક્કા રહી ગઈ હતી. તેણે કહ્યું કે, તેણે લિંગ પરિવર્તનનું ઓપરેશન તો કરાવ્યું, પરંતુ તે ફેલ ગયુ હતું. તેના ગુપ્તાંગમાં સાથળની ચામડીમાંથી બનાવેલું જે લિંગ લગાવેલુ છે તે કોઈ કામનું નથી. એટલુ જ નહિ, ડો.વિરાજને લઘુશંકા પણ મહિલાઓની જેમ નીચે બેસીને કરવી પડે છે.
કેવી રીતે ભાંડો ફૂટ્યો
વડોદરાની મહિલાએ ટ્રાન્સજેન્ડર પતિ વિરુદ્ધ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ કહ્યું કે, વડોદરાની યુવતીના પહેલા પતિનું મૃત્યુ થયું છે, અને તેને પહેલા પતિથી સંતાનમાં એક દીકરી હતી. દીકરીના ભવિષ્ય માટે મહિલાએ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. તેના બીજા લગ્ન દિલ્હીના યુવક વિરાજ હર્ષવર્ધન સાથે 6 વર્ષ પહેલા થયા હતા. પરિવારજનોએ યુવતી સાથે ફાઈવ સ્ટાર હોટલમાં ધામધૂમથી લગ્ન પણ કર્યાં. પતિ વિરાજ હર્ષવર્ધન સુહાગરાતે થાકી ગયાનું બહાનું કરીને સૂઈ ગયો હતો. તેના બાદ ડૉ.વિરાજ એલર્જીના બહાને પત્નીથી દૂર રહીને પૂજા-પાઠ કરતો હતો. પરંતું બે વર્ષથી ડો.વિરાજની હરકતો સામે શંકા જતાં વડોદરાની યુવતી પુરાવા શોધવા લાગી હતી. પરંતું મહિલા એકવાર પતિને દિલ્હીની સેક્સવર્કર સાથે જોઈ ગઈ હતી. જેના બાદ મહિલાના હાથમાં એક ફાઈલ આવી, જે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફાઈલમાં પતિના કલકત્તામાં થયેલી સર્જરીની માહિતી હતી. જેમાં પતિની હકીકત સામે આવી હતી.
વિજેતામાથી વિરાજ બનવાની કહાની
વિજેતા S.Y.BSC માં આવી ત્યારે તેને અનુભવવા લાગ્યું કે તે અંદરથી સ્ત્રી નહિ, પરંતુ પુરુષ છે. આ માટે તેણે સેક્સ ચેન્જ ઓપરેશનથી પોતાને પુરુષ બનાવવાનું નક્કી કર્યું. તેણે હોર્મોન્સના ઈન્જેક્શન લેવાનઈ શરૂઆત કરી, જેથી તેને દાઢી આવવા લાગી. તેનો અવાજ બદલાવા લાગ્યો. તેણે બ્રેસ્ટ પણ કઢાવી નાંખ્યા. માત્ર લિંગ પરિવર્તનનુ ઓપરેશન બાકી હતું. આ દરમિયાન તે રશિયામાં MBBS કરવા ગયો હતો, પરંતુ તે રશિયા વિરાજના નામે ગયો હતો.
હજી પણ તે છોકરી જ છે
પોલીસે તપાસ કરતા ખુલાસો થયો કે, વિરાજે 25 લાખના ખર્ચે લિંગ પરિવર્તનનુ ઓપરેશન કરાવ્યુ હતું. પરંતુ તે ફેલ ગયુ છે. હજી પણ તે સ્ત્રી જ છે. આ કારણે તે પત્નીથી દૂર રહેતો હતો. તેના લિંગનું ઉત્તેજનાનું ઓપરેશન હજી બાકી છે, પમ્પ મૂકવાનું બાકી છે.
પત્ની સાથે સેક્સ ન કરવા આ બહાનુ બનાવ્યું
લિંગ નાંખવાનું બાકી હોવાથી વિરાજ પત્ની સાથે સેક્સ માણતો ન હતો. પરંતુ, તે પત્નીને જણાવતો હતો કે, હું રશિયા ગયો હતો. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં મારું લિંગ નાનું થઇ ગયું છે. મારે ઓપરેશન કરાવવાનું છે. એટલુ જ નહિ, કોરોના દરમિયાન તે પત્નીને ખોટું કહીને કોલકાત્તા ઓપરેશન માટે ગયો હતો. જ્યાં તેન લિંગ બનાવાયુ હતું. તેની સાથળની ચામડીથી બનાવેલું લિંગ લટકેલું છે. તેને લઘુશંકા પણ બેસીને કરવી પડે છે. આ બાદ લિંગ લગાવ્યા બાદ તેને વાસના ભભૂકતા વડોદરાની યુવતી સાથે વિકૃત હરકતો કરવા લાગ્યો હતો. પરંતું, વડોદરાની યુવતી સાથે સંતોષ ન મળતા તેને સેક્સ વર્કર સાથે પોતાની વાસના સંતોષવા જતો હતો.
આ કારણે વિરાજ અને પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. આજે ડો. વિરાજ ઉર્ફ વિજેતાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે