ગુજરાતમાં કોરોનાના નવા કેસ 1070, વધુ 6 લોકોના મૃત્યુની સાથે મૃત્યુઆંક 3800ને પાર
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 188310 થઈ ગઈ છે. તો રાજ્યમાં મૃત્યુઆંક 3803 થઈ ગયો છે. રાજ્યનો રિકવરી રેટ 91.30 ટકા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1070 કેસ નોંધાયા છે. તો આ મહામારીમાં વધુ 6 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1001 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 188310 થઈ ગઈ છે. તો રાજ્યમાં મૃત્યુઆંક 3803 થઈ ગયો છે. રાજ્યનો રિકવરી રેટ 91.30 ટકા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 202 કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં1 44, વડોદરા શહેરમાં 104, રાજકોટ શહેરમાં 87, રાજકોટ ગ્રામ્ય 63, મહેસાણા 59, સુરત ગ્રામ્ય 43, વડોદરા ગ્રામ્ય 36, પાટણ 31, ગાંધીનગર ગ્રામ્ય 30, બનાસકાંઠા 34, ગાંધીનગર શહેર 21, સુરેન્દ્રનગર 19, જામનગર શહેર, ખેડા અને કચ્છમાં 18-18, અમદાવાદ ગ્રામ્યમાં 17 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન છ લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3 લોકોના મૃત્યુ થયા છે. તો રાજકોટ, સુરત અને વડોદરામાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. રાજ્યમાં આ સાથે મૃત્યુઆંક 3800ને પાર પહોંચી ગયો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી રીતે કરશે નવા વર્ષની શરૂઆત
ગુજરાતમાં આજની તારીખે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે એક્ટિવ કેસોની સંખ્યા 12 હજાર 575 છે. જેમાં 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી કોરોનાની સારવાર બાદ 1 લાખ 71 હજાર 932 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 91.30 ટકા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 49 હજાર 842 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 68 લાખ 37 હજાર 282 કોરોના ટેસ્ટ થયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube