હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે, ગુજરાતમાં કોરોનાના (Corona virus)ના નવા કેસ વિશેની આંકડાકીય માહિતી દિવસમાં એક જ વખત સાંજે ૬ વાગ્યા સુધીના રાતની પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે. જેથી હવેથી દિવસમાં એક જ વાર કોરોનાના નવા કેસના અપડેટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, મૃત્યુના પ્રમાણમાં મોટાભાગના કેસોમાં અન્ય બીમારીઓ વધારે હોવાની વાત સામે આવી છે. સરકાર પારદર્શિતાથી મૃત્યુનો આંકડો બતાવે છે. કરજણ તાલુકાના ગોવિંદભાઈ નામના દર્દી શ્વાસ અને કફની તકલીફ સાથે દાખલ કરાયા હતા. તેમને પહેલેથી જ શ્વાસની તકલીફ હતી. મોટા ૉભાગના લોકો અન્ય ગંભીર બિમારીથી પીડાતા હોય છે. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓ હોય તો ખૂબ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે, ગુજરાત હજુ બીજા સ્ટેજમાં છે. હોટસ્પોટમાં સ્ટેજ 2 ના એડવાન્સ સ્ટેજમાં છે. 


અમદાવાદી મહિલાની અનોખી પહેલ, લારીવાળા પાસેથી ડોલમાં શાકભાજી ખરીદી