અમદાવાદી મહિલાની અનોખી પહેલ, લારીવાળા પાસેથી ડોલમાં શાકભાજી ખરીદી

કોરોના (Coronavirus) થી બચવા માટે વિવિધ પ્રકારના સલાહસૂચનો આપવામાં આવે છે. જેનુ કેટલાક લોકો પાલન કરી રહ્યાં છે, તો કેટલાક લોકો ઉલ્લંઘન કરે છે. પરંતુ કોરોનાથી બચવા માટે વડોદરા પોલીસની અપીલ રંગ લાવી છે. શાકભાજી ડોલમાં ખરીદવાની અપીલને ગુજરાતભરની મહિલાઓ માની રહી છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં પણ મહિલાઓ ડોલ લઈને બહાર નીકળેલી જોવા મળી હતી. કોરોના વાયરસના કેસમાં જે રીતે દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તેમજ શાકભાજીના વેપારીઓમાં મોટી સંખ્યામાં કેસ પોઝિટિવ આવ્યા છે. જેને લઈ રાજ્ય સરકાર તરફથી પણ અપીલ કરવામાં આવી રહી છે કે, શાકભાજી ખરીદતા સાવચેતી રાખવામાં આવે અને તેને લઈ હાટકેશ્વરની એક સોસાયટીમાં રહીશોએ જાગૃતા દાખવી છે કે ઘરના દરવાજે ઉભા રહી  શાક ખરીદે રહ્યાં છે. 
અમદાવાદી મહિલાની અનોખી પહેલ, લારીવાળા પાસેથી ડોલમાં શાકભાજી ખરીદી

આશ્કા જાની/વડોદરા :કોરોના (Coronavirus) થી બચવા માટે વિવિધ પ્રકારના સલાહસૂચનો આપવામાં આવે છે. જેનુ કેટલાક લોકો પાલન કરી રહ્યાં છે, તો કેટલાક લોકો ઉલ્લંઘન કરે છે. પરંતુ કોરોનાથી બચવા માટે વડોદરા પોલીસની અપીલ રંગ લાવી છે. શાકભાજી ડોલમાં ખરીદવાની અપીલને ગુજરાતભરની મહિલાઓ માની રહી છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં પણ મહિલાઓ ડોલ લઈને બહાર નીકળેલી જોવા મળી હતી. કોરોના વાયરસના કેસમાં જે રીતે દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તેમજ શાકભાજીના વેપારીઓમાં મોટી સંખ્યામાં કેસ પોઝિટિવ આવ્યા છે. જેને લઈ રાજ્ય સરકાર તરફથી પણ અપીલ કરવામાં આવી રહી છે કે, શાકભાજી ખરીદતા સાવચેતી રાખવામાં આવે અને તેને લઈ હાટકેશ્વરની એક સોસાયટીમાં રહીશોએ જાગૃતા દાખવી છે કે ઘરના દરવાજે ઉભા રહી  શાક ખરીદે રહ્યાં છે. 

વધતા કોરોનાના કેસ વચ્ચે વડોદરા પોલીસે લોકોને શીખવાડી ડોલ લઈ જવાની રીત  

આ મહિલાએ ઘરની બહાર ડોલમાં જ શાકભાજી ખરીદી હતી. મહિલાએ ડોલમાં શાકભાજી લઈને તેને ત્યાં જ પાણીથી ધોઈ નાંખી હતી. જેખી કોરોનાના કીટાણું ડોલમાં જ ધોવાઈ જાય અને સુરક્ષિત રહેવાય. આમ, શાકભાજી પણ સલામત રીતે ઘરમાં લાવી શકાય છે. 

વડોદરા પોલીસનો માઈક પર એનાઉન્સ કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડોદરા પોલીસ લોકોને સમજાવી રહી છે કે, કેવી રીતે કોરોનાથી બચવા માટે ડોલનો ઉપયોગ કરો. વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ, આનંદ દ્વારા માઈક પર લોકોને જાહેરાત કરાઈ હી કે, શાકભાજીઓને કોરોના પોઝિટિવ આવી રહ્યો છે. તેથી શાક લેવા આવો ત્યારે થેલી નહીં પણ ડોલ લઇને આવો અને અડકયા વગર ડોલમાં શાક લઇ ડોલમાં ખાવાના સોડા બે ચમચી નાંખી દો અને 10 મિનીટ રહેવા દઇ પછી જ શાક બહાર કાઢો. નહીંતર તમારા ઘરમાં પણ કોરોના આવી જશે. એક અઠવાડીયું શાક ભાજી ના ખાવ તો ચાલી જાય. શાકભાજી અને અનાજ કરીયાણાને ત્યાંથી જ ચેપ લાગે છે. એક
અઠવાડીયું કઠોળ ખાવ, દાળ રોટી ખાવ. જો ઘરમાં બધાને સલામત રાખવા હોવ તો... તમારા ઘરમાં એટલું અનાજ કરીયાણું છે કે તમે 10 દિવસ તમારા પરિવારને ખવડાવી શકો. આખરે તેમણે કહ્યું હતું કે હવે અમારા પર મહેરબાની કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news