હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં આજે કોરોનાના કુલ કેસનો આંકડો 7794 પર પહોંચી ગયો છે. જયંતી રવિએ જણાવ્યું કે, છેલ્લાં સાત દિવસમાં સૌથી ઓછા આજે મૃત્યુ થયા છે. આજે કુલ 23 લોકોનું આજે મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 394 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં 219 લોકો આજે ડિસ્ચાર્જ થયા છે. 15 દિવસમાં ડિસ્ચાર્જની ટકાવારી જોઈએ તો 457 ટકા છે. ડિસ્ચાર્જની નવી પોલિસી આવી છે. દસ દિવસમાં કોઇ લક્ષણ ન હોય તો કોઈપણ જાતના ટેસ્ટ વગર તેમને ડિસ્ચાર્જ કરી શકાય છે. રાજ્યમાં આજે કુલ એક્ટિવ કેસોમાં 5110 લોકો સ્ટેબલ છે. કોરોનાથી મૂંઝાવાની કે ગભરાવની જરૂરી નથી. આજે રાજ્યમાં કુલ 4263 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ રાજ્યમાં 1 લાખ 9 હજાર 650 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


ગૃહમંત્રી અમિત શાહની તબિયતના ફેક ન્યૂઝ ફેલાવનાર ગુજરાતમાંથી પકડાયા


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    રાજ્યમાં કુલ કેસ : 7797

  • રાજ્યમાં કુલ મોત : 472

  • રાજ્યમાં કુલ સ્વસ્થ : 2091


દર્દીને ડિસ્ચાર્જની નવી પોલિસી બનાવી
આરોગ્ય અગ્રસચિવે જણાવ્યું કે, ગુજરાતમાં ઓછો મૃત્યુઆંક આજે મળ્યો છે. ગઈકાલે ભારત સરકારની દર્દીને ડિસ્ચાર્જ કરવાની નવી ગાઈડલાઈન મળી છે. જે મુજબ, દર્દીને ત્રણ દિવસ તાવ ન હોય તો આરસીપીસીઆર ટેસ્ટ વગર ડિસ્ચાર્જ કરી શકાશે. ભૂતકાળમાં એવા કેસ હતા કે દર્દી નોર્મલ હોય અને છતાં 10 વખત સુધી તેઓના ટેસ્ટ કરતા રહ્યા હતા. છતા ટેસ્ટ નેગેટિવ આવતો. તો પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતો ન હતો. હવે આઈસીએમઆરના ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દર્દી ઓક્સિજન લઈ શકતો હોય એટલે કે શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન હોય તો આવું ન હોય તેવા લોકોને આ ડિસ્ચાર્જ આપી શકાય.


ગુજરાતમાં આજે નવા કેસ
નવા 394 કેસ વિશે વાત કરીએ, અમદાવાદમાં 280, સુરત 30, વડોદરા 28, ગાંધીનગર 22, ભાવનગર 10, જામનગર 7, અરવલ્લી 4, રાજકોટ-પંચમહાલ-બનાસકાંઠા-બોટાદ-ખેડા 2, ભરૂચ-દાહોદ-મહીસાગર 1 કેસ નોંધાયો છે.