Coronaupdates: અમદાવાદથી ભાવનગર કોરોનાનો ચેપ લઈ જનારા વધ્યા, ભરૂચમાં 5 અને રાજકોટમાં 3 નવા કેસ
રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અપડેટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 513 કેસ નોંધાયા છે. જ્યારે 38 દર્દીના મોત થયા છે તો 366 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યારસુધીમાં રાજ્યમાં સંક્રમણના કુલ 22,067 કેસો નોંધાયા છે. આવામાં શુક્રવારના નવા આંકડાના લેટેસ્ટ આંકડા પર એક નજર કરીએ....
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અપડેટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 513 કેસ નોંધાયા છે. જ્યારે 38 દર્દીના મોત થયા છે તો 366 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યારસુધીમાં રાજ્યમાં સંક્રમણના કુલ 22,067 કેસો નોંધાયા છે. આવામાં શુક્રવારના નવા આંકડાના લેટેસ્ટ આંકડા પર એક નજર કરીએ....
ગુજરાતની સંસ્કૃતિ પર આંગળી ચીંધવા તમારો પનો ટૂંકો પડે છે ગુહા....
રાજકોટમાં 22 ખાનગી હોસ્પિટલમાંથી માહિતી મંગાવાઈ
રાજકોટમાં કોરોના ના વધુ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રેલનગર વિસ્તારમાં 2 અને નાના મવા રોડ પર 1 મળી કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 99 પર પહોંચ્યો છે. શહેરમાં 99 અને ગ્રામ્યના 48 મળી કોરોના પોઝિટિવ આંક 147 પર પહોંચ્યો છે. આવામાં આરોગ્ય વિભાગ દ્વારા ક્વોરેન્ટાઈન સહિત અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે. તો બીજી તરફ, રાજકોટ-કોરોનાના વધતા કેસોને લઇને વહીવટી તંત્રએ કવાયત શરૂ કરી છે. શહેરની 22 ખાનગી હોસ્પિટલોમાંથી માહિતી મંગાવવામાં આવી છે. કોવિડ 19 માટે બેડ અનામત રાખવા, હોસ્પિટલના ચાર્જને લઇને મહત્વની માહિતી લેવામાં આવી છે. ટૂંક સમયમાં વહીવટી વિભાગ કોરોનાની ટ્રીટમેન્ટ માટે ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરશે.
ભાવનગરમાં મહિલા ડોક્ટરને કોરોના
ભાવનગરમાં અમદાવાદના મકતમપુરાની મહિલા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 51 વર્ષીય હિના કૌશર રિયાઝનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલા તબીબ બીએચએમએસ ડોક્ટર તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે. તેઓ હાલ ભાવનગરમાં સંબંધીને મળવા આવ્યા હતા. અમદાવાદના ડોક્ટરનો રિપોર્ટ ભાવનગરમાં પોઝિટિવ આવ્યો છે.
વડોદરામાં આજથી 32 શાક માર્કેટ ખૂલશે, પહેલા દિવસે જ ખંડેરાવ માર્કેટના 13 વેપારી દંડાયા
ભરૂચમાં નવા 5 કેસ
ભરૂચમાં આજે નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ કેસ 73 થયા છે. ભરૂચના નંદેલાવ રોડ પર આવેલ મલ્હાર ગ્રીન સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યોને કોરોનાનું સંક્રમણ થયું છે. તેમજ પીપલીયા ખાતે રહેતા 2 સગા ભાઈના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ તમામને કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડાયા છે.
નવસારીમાં નવો દર્દી આવ્યો
નવસારીમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યો છે. વિજલપોરના ગૌતમ નગરની 51 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ મહિલા આરોપી હોવાની માહિતી સામે આવી છે. તેથી તેની ટ્રાવેલ હિસ્ટ્રી વિશેની માહિતી આરોગ્ય વિભાગ મેળવી રહ્યું છે. મહિલાને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ સાથે નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવ કુલ કેસ ૩૫ છે. તો ૨૪ રિકવર, ૧ મોત અને ૧૦ એક્ટિવ કેસ છે.
માળીયા, ગઢડા, કુતિયાણામાં 2 ઈંચથી વધુ વરસાદ, 24 કલાકમાં 53 તાલુકામાં મેઘમહેર
વડોદરામાં 4 દર્દીના મોત
આજે વડોદરામાં કોરોનાથી વધુ 4 દર્દીઓના મોત થયા છે. વારસિયા, નવાપુરા, પાણીગેટ, મદનઝાંપા રોડ ના દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સર્જીકલ એસોસિયેશના પૂર્વ પ્રમુખનું પણ કોરોનાથી મોત થયું છે. વડોદરામાં ગંભીર દર્દીઓની સંખ્યા પણ વધીને 9191 થઈ ગઈ છે. જેમાંથી 53 ઓક્સિજન અને 38 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર