નવી શિક્ષણ નીતિ: ગુજરાતની શાળાઓ હવે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોના ગાનથી ગુંઝી ઉઠશે
ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 6થી 12 ધોરણ દરમિયાન શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવવાની ભલામણ કરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. અગાઉ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 2 માં અંગ્રેજી દાખલ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. હવે માતૃભાષા ગુજરાતી ઉપરાંત અંગ્રેજીને પણ તેટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજીને પણ તેટલું જ પ્રાધાન્ય અપાઇ રહ્યું છે આ ઉપરાંત રાજ્યમાં હવે સંસ્કૃત અને સંસ્કૃતિનું શિક્ષણ વધારવામાં આવી રહ્યું છે.
ગાંધીનગર: ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 6થી 12 ધોરણ દરમિયાન શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવવાની ભલામણ કરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. અગાઉ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 2 માં અંગ્રેજી દાખલ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. હવે માતૃભાષા ગુજરાતી ઉપરાંત અંગ્રેજીને પણ તેટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજીને પણ તેટલું જ પ્રાધાન્ય અપાઇ રહ્યું છે આ ઉપરાંત રાજ્યમાં હવે સંસ્કૃત અને સંસ્કૃતિનું શિક્ષણ વધારવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં માતાની પાસે સુઇ રહેલી દોઢ વર્ષની બાળકી ગુમ થઇ ગઇ, પોલીસ પણ વિચારી રહી છે કે...
1. શૈક્ષણિક વર્ષ 2022-23 બાદથી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રમાણલીનો સમાવેશ થશે. જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 12 ધોરણ દરમિયાન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં રહેલા મુલ્યો અને સિદ્ધાંતો અંગે બાળકો સમજી શકે તે માટે અભ્યાસ કરાવવામાં આવશે.
2. ધોરણ 6થી 8 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિયય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્ય પુસ્તકમાં વાર્તા અને પઠન સ્વરૂપે સમાવવામાં આવશે આ ઉપરાંત 9 થી 12માં ભગવદ્ ગીતાનો પરિયય સમાવવામાં આવશે. આ ઉપરાંત ભગવદ્ ગીતાના પઠનનો કાર્યક્રમ, શ્લોકગાન, શ્લોકપૂર્તિ, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે સહિત સર્જનાત્મક પ્રવૃતિઓ યોજાશે.
3. ધોરણ 6 થી 12 માટેનું સાહિત્ય, અધ્યયન માટેની સામગ્રી પણ સરકાર દ્વારા પુરૂ પાડવામાં આવશે.
જો કાશ્મીર ફાઇલ્સ જોવાનાં 150 રૂપિયા બચાવવા જશો તો આખે આખુ ખાતુ સાફ થઇ જશે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરવા માટેના મુળભુત સિદ્ધાંતો અપાય છે. આ પૈકી એક સિદ્ધાંતો વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધિ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતી તથા જ્ઞાન પ્રણાલીઓ અને ભવ્ય ભુતકાળ સાથે વિદ્યાર્થીઓનું જોડાણ થાય તે ખુબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને તે પ્રકારે અભ્યાસ કરાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube