જો કાશ્મીર ફાઇલ્સ જોવાનાં 150 રૂપિયા બચાવવા જશો તો આખે આખુ ખાતુ સાફ થઇ જશે

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ કાશ્મીર ફાઇલ્સની ચારે તરફ ચર્ચાઓ થઈ રહી છે. કાશ્મીરના મુદ્દાને લઈને લોકો જે પ્રકારે મૂવી જોયા બાદ પોતાનું રિએક્શન આપી રહ્યા છે. આ મૂવીનું કોઈપણ પ્રકારનું પ્રમોશન નથી કરવામાં આવ્યું છતાં પણ મૂવીને જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. તેની પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે, જે વિષય ઉપર ફિલ્મ બનાવવામાં આવી છે. તેને કારણે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેને કારણે કેટલાક લેભાગુ તત્વો આવી સ્થિતિનો પણ લાભ ઉઠાવવા માટેની તૈયારી કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. 

જો કાશ્મીર ફાઇલ્સ જોવાનાં 150 રૂપિયા બચાવવા જશો તો આખે આખુ ખાતુ સાફ થઇ જશે

તેજસ મોદી/સુરત : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ કાશ્મીર ફાઇલ્સની ચારે તરફ ચર્ચાઓ થઈ રહી છે. કાશ્મીરના મુદ્દાને લઈને લોકો જે પ્રકારે મૂવી જોયા બાદ પોતાનું રિએક્શન આપી રહ્યા છે. આ મૂવીનું કોઈપણ પ્રકારનું પ્રમોશન નથી કરવામાં આવ્યું છતાં પણ મૂવીને જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. તેની પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે, જે વિષય ઉપર ફિલ્મ બનાવવામાં આવી છે. તેને કારણે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેને કારણે કેટલાક લેભાગુ તત્વો આવી સ્થિતિનો પણ લાભ ઉઠાવવા માટેની તૈયારી કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. 

કાશ્મીર ફાઇલ્સ મૂવીની ફેક લિંક અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ સ્પ્રેડ કરવામાં આવી રહી છે. જો તમે મૂવી જોવાની લાલચમાં આ લિંકને ડાઉનલોડ કરશો તો તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતાઓ રહેલી છે. તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલે જણાવ્યું હતું કે, ફેક લિંક, APK ફાઇલ્સ એપ્લિકેશન છે. જેના થકી આ લિંક તમારા મોબાઇલ ઉપર તમારા નંબર પર મળી શકે છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો તમને કદાચ એના પરથી પાયરેટેડ મૂવી દેખાઈ શકે છે. તો કેટલાક કિસ્સાઓની અંદર ડાઉનલોડ કરવા છતાં પણ પાયરેટેડ મૂવી તમને જોવા મળી શકે નહીં. પરંતુ આ જે લિંક છે. એ બધી ઇરાદાપૂર્વક બનાવવામાં આવી છે. 

જો તમે તેને ડાઉનલોડ કરશો તો તે પોતાનો ઇરાદો સિદ્ધ કરી લેશે. આ એક પ્રકારની ફિશિંગ લિંક છે કે, જે તમે ડાઉનલોડ કરતાની સાથે જ તમે તમારો એક્સેસ સામેવાળી પાર્ટીને આપી દો છો. જે તમારા ગેજેટમાં રહેલી તમામ વિગતો મેળવી શકે છે. ખાસ કરીને તમારા આઈડી પ્રુફ, સર્ચ હિસ્ટ્રી અને ફાઇનાન્શિયલ ડેટાઇલ્સ મેળવીને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. આ લિંકનું સર્વર વિદેશમાં આવેલું હોય છે. હાલ જે લિંક આવી રહી છે. તેનું સર્વર અમેરિકા અને ચાઇનામાં હોય તેવું લાગે છે. આ લિંક ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન થકી પણ તમારા મોબાઇલ ઉપર આવી શકે છે.

છેલ્લા એક સપ્તાહથી જે રીતે કાશ્મીર ફાઇલ્સ મૂવીની દેશભરની અંદર જબરજસ્ત રીતે ચર્ચા થઈ રહી છે. તેવા સંજોગોમાં ગંભીર બાબત અમારા ધ્યાન પર આવી છે. ઘણા યુવાનો થિયેટરમાં કે મલ્ટિપ્લેકસમાં જવા કરતાં વધારે પોતાના મોબાઈલ ઉપર જ મૂવી જોઈ લેવાનું પસંદ કરતા હોય છે. જો આ પ્રકારની પાયરેટેડ પણ આવે તો ખૂબ જ ઝડપથી તેના તરફ આકર્ષાય અને તે લિંકને એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેતા હોય છે. જેનું પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે. તે યુવાનો સમજતા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news