29 જૂનથી ગુજરાતમાં દોડશે નવી ટ્રેન, અમદાવાદ અને રાજકોટને મળશે મોટો ફાયદો
શુક્રવારે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા મહામના એક્સપ્રેસને લીલી ઝંડી બતાવાશે
અમદાવાદ : હાલમાં ગુજરાતમાં નવી ટ્રેન દોડાવવાની વેસ્ટર્ન રેલવેએ જાહેરાત કરી છે. શુક્રવારે એટલે કે 29 જૂને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા મહામના એક્સપ્રેસને લીલી ઝંડી બતાવાશે. મહામના એક્સપ્રેસ નામની આ વીકલી ટ્રેન ઈન્દોર-અમદાવાદ-વેરાવળના રૂટ પર દોડશે. આ ટ્રેન દર મંગળવારે ઈન્દોરથી ઉપડશે અને બુધવારે વેરાવળ પહોંચશે અને તે જ ટ્રેન ગુરુવારે વેરાવળથી ઉપડી શુક્રવારે ઈન્દોર પહોંચશે.
રૂપાણીસાહેબ ગયા ઇઝરાયલના પ્રવાસે અને પાછળ ગુજરાતના રાજકારણમાં ભડકો
આ વીકલી ટ્રેન ગોધરા, અમદાવાદ, રાજકોટ સ્ટેશનની સાથે સાથે સુરેંદ્રનગર, વાંકાનેર, દેવાસ, ઉજ્જૈન અને રતલામમાં હોલ્ટ કરશે. આમ, રાજકોટ અને અમદાવાદને પણ ફાયદો થશે. આ વિકલી ટ્રેન મંગળવારે રાત્રે 10.25 વાગ્યે ટ્રેન ઈંદોરથી ઉપડશે અને બુધવારે સવારે 8.25 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બીજા દિવસે વેરાવળથી સવારે 8.45 કલાકે ઉપડશે અને સાંજે 5.40 કલાકે અમદાવાદ પહોંચશે.
ગુરુવારે 6 વાગ્યે અમદાવાદથી ટ્રેન ઉપડશે અને શુક્રવારે સવારે 4.45 કલાકે ઈન્દોર પહોંચશે. ઈન્દોર-જૂનાગઢ પૂરી-ઈન્દોર અને ઈન્દોર-હૈદરાબાદ-ઈન્દોર હમસફર એક્સપપ્રેસ બાદ વધુ એક ટ્રેન સેવા ઈન્દોરથી શરૂ થશે. 16 કોચની આ ટ્રેનમાં 7 સ્લીપર કોચ, બે AC-III, એક AC-II અને 4 જનરલ કોટ અને બે સીટિંગ કમ લગેજ કોચ હશે.
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...