Ahmedabad News : અમદાવાદ એટલે ટ્રાફિકનો પાર નહિ. તેમાં પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાંથી પીક અવર્સમાં નીકળવું એટલે માઉન્ટ એવરેસ્ટ સર કરવા જેટલું અઘરું લાગે. ત્યારે અમદાવાદના એક વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળવા જઈ રહી છે. આ વિસ્તારમાં ઔડા દ્વારા નવા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ ઓવરબ્રિજ બનતા જ આ વિસ્તારોના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. રાહતની વાત એ છે કે, અમદાવાદના મોસ્ટ ફેવરિટ અને હેપનિંગ સિંધુ ભવન વિસ્તારમાં આ ઓવરબ્રિજ બનવા જઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

237 કરોડના ખર્ચે નવા ઓવરબ્રિજ બનશે 
અમદાવાદના પશ્ચિમ વિસ્તારનો વ્યાપ સતત વધી રહ્યો છે. બોપલ, સાઉથ બોપલ, શીલજ, આંબલી રોડ જેવા વિસ્તારોમાં નવી નવી સ્કીમ આવી રહી છે. આ કારણે એસપી રિંગ રોડ ધમધમતો બન્યો છે. સાથે જ અહી ટ્રાફિક પણ વધી રહ્યો છે. બોપલથી સિંધુભવન અને સિંધુ ભવન રોડથી એસપી રિંગ રોડ પર ટ્રાફિક વધ્યો છે. ઔડા દ્વારા એસપી રિંગ રોડ પરનું ટ્રાફિકનું ભારણ હળવુ કરવાનું નક્કી કરાયું છે. જે માટે શીલજ સર્કલ અને સિંધુ ભવન જંક્શન પર ઔડા દ્વારા 237 કરોડના ખર્ચે નવા ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરાયું છે. સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા શીલજ જંક્શન પર સરેરાશ દૈનિક ટ્રાફિક 102640 અને સિંધુભવન જંક્શન પર 85097 વાહનચાલકો પસાર થાય છે. વાહનોનું આ ભારણ ઓછુ કરવા માટે અહીં બ્રિજ બનાવાશે. 


નડાબેટ જળબંબાકાર થયું : વાવ, સૂઈગામ અને લાખણી બધે વરસાદી પાણી ફરી વળ્યું


આ વિસ્તારના લોકોને રાહત થશે
ઔડા દ્વારા સિંધુભવન જંકશન અને શીલજ સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને લઈને રેલવેના ઓવરબ્રિજ સાથે જોડી બે બ્રિજ બનાવવામાં આવવાના છે. આ નવા બ્રિજથી શીલજ અને સિંધુભવન જંક્શન પર ઓવરબ્રિજ બનવાના કારણે ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ જતા અને શીલજ તેમજ બોપલ વિસ્તારના નાગરિકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. 


એકવાર આ ઓવરબ્રિજ બની જશે, તેના બાદ આ વિસ્તારના લોકો સરળતાથી ટ્રાફિકની ઝંઝટ વગર નીકળી શકશે. જો કોઈને સિંધુભવનથી શીલજ કે વૈષ્ણોદેવી સર્કલ તરફ જવું હોય તો ઓવરબ્રિજથી સીધા ચઢીને જઈ શકશે. તો જે વૈષ્ણોદેવી સર્કલથી સિંધુભવન તરફ જવું હોય તો તેઓએ રેલવે ઓવરબ્રિજ પૂરો થતાંની સાથે જ બ્રિજની સાઈડમાંથી સિંધુભવન તરફ જઈ શકશે.


હવે તો જાગો સરકાર! જ્યાં જ્યાં ખાડા પડ્યા, ત્યાં લોકોએ ભાજપનું કમળ ખીલવ્યું