હવે તો જાગો સરકાર! જ્યાં જ્યાં ખાડા પડ્યા, ત્યાં લોકોએ ભાજપનું કમળ ખીલવ્યું

Gujarat Model : ગુજરાત સરકારના સ્માર્ટ સિટીના તમામ દાવા ચોમાસામાં ખુલ્લા પડી જાય છે. ખાડા પડે, રસ્તા પર પાણી ભરાય એટલે ખરો વિકાસ સામે આવે છે. ત્યારે હવે જાગૃત નાગરિકો પણ સરકાર સામે અનોખી રીતે રોષ દર્શાવી રહ્યાં છે. ગુજરાતના જાગૃત નાગરિકો ખાડામાં ભાજપનો ઝંડો લહેરાવી રહ્યાં છે. 
 

1/6
image

ખાડાથી ગુજરાતનુ કોઈ શહેર કે ગામ બાકાત નહિ હોય. લાખો રૂપિયાનો ટેક્સ લેવા છતાં લોકોના નસીબમા આવા ખાડા આવી રહ્યાં છે. સરકાર સ્માર્ટ સિટીના બણગા મારવાથી ઉપર નથી આવતી, પરંતુ જ્યારે જ્યારે ચોમાસું આવે ત્યારે જ ગુજરાત મોડલ ખુલ્લુ પડી જાય છે. આવામા હવે ગુજરાતની જનતા ખૂલીને બોલી રહી છે. 

2/6
image

ગુજરાતના અનેક શહેરોમાં વ્યાપેલા ભુવારાજ સામે લોકો અનોખી રીતે વિરોધ દર્શાવી રહ્યાં છે. લોકો ખાડામાં ભાજપનું કમળ ખીલવી રહ્યાં છે. ભ્રષ્ટાચારના ખાડામાં લોકો ભાજપના ઝંડા લગાવી રહ્યાં છે. 

3/6
image

હાલમાં જ ગાંધીનગરમાં  સ્થાનિકોએ ભ્રષ્ટાચારના ખાડામાં ભાજપના ઝંડા લગાવીને વિરોધ કર્યો હતો. સ્થાનિકો પૂછી રહ્યા છે કે ગાંધીનગરને આવું કોણે બનાવ્યું? આનો જવાબ છે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ અને ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરો.  

4/6
image

રસ્તા પર જ્યાં-જ્યાં ખાડા પડેલા હતા તે જગ્યાઓ પર લોકો ભાજપના ઝંડા લગાવીને વિરોધ દર્શાવી રહ્યાં છે. જોકે, આમ થયા પછી પણ તંત્રના પેટનું પાણી હલતું ના હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.  

5/6
image

ગુજરાતમાં અનેક જગ્યાઓએ આ રસ્તા પરથી પસાર થતા લોકોને પણ રોજ જોવા મળતા ખાડાની જગ્યા પર ભાજપના ઝંડા જોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. 

6/6
image

વડોદરામાં સ્થાનિક યુવકે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. રમકડાંની કાર પર મેયર અને ચેરમેનનો ફોટો લગાવીને ભુવામાં ઉતારી હતી. અનેક રજૂઆત બાદ આખરે યુવકે આ રીતે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. સામાન્ય જનતાને બદલે સત્તાધીશો ભૂવામાં પડે તો શું સ્થિતિ થાય તે આ વિરોધ થકી દર્શાવવાનો પ્રયાસ કરાયો. યુવકનો અનોખો વિરોધ જોવા ટોળા એકઠા થયા હતા. આમ, શહેરમાં ભૂવા રાજ વચ્ચે અનોખા વિરોધે આકર્ષણ જમાવ્યું હતું.