ચૂંટણી ટાંણે સળગ્યું ગુજરાત : વટની લડાઈમાં બે સમાજ વચ્ચે આરપારની જંગ શરૂ, રાજપૂતો અને પાટીદારો સામસામે
Rajput Vs Patidar : આખરે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા પાટીદારો, રાજકોટમાં આજે સાંજે પાટીદારોએ બોલાવી ચિંતન બેઠક, રૂપાલા દ્વારા વારંવાર માફી માગવા છતાં ક્ષત્રિયોના વિરોધથી કડવા અને લેઉવા પાટીદારો નારાજ થયાની ચર્ચા, ક્ષત્રિય સમાજની જીદ વચ્ચે હવે 2 સમાજો વચ્ચે આગ ચાંપવાના ખેલ શરૂ થયા છે. આગામી દિવસોમાં આ વિવાદ વધારે વકરે તેવી સંભાવનાઓ વધી છે. આજે રૂપાલા સમર્થકો સોશિયલ મીડિયામાં મેસેજોનો મારો કરી રહયા છે. ગુજરાત સરકારે આ બાબતે એક્શનમાં આવવાની જરૂર છે.
Parshottam Rupala Row : રૂપાલાનો વિવાદ લોકસભાની ચૂંટણી પહેલાં 2 સમાજોને સામસામે લાવે તેવી સ્થિતિઓ પેદા કરી રહ્યો છે. ક્ષત્રિયો ઝૂકવાના મૂડમાં નથી એ સામે હવે પાટીદારો આગળ આવ્યા છે. રૂપાલા સમર્થકોએ હવે સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું છે. ભાજપ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી હવે આગામી દિવસોમાં રાજકોટથી ફેલાયેલી આગ દેશભરમાં ફેલાય તો નવાઈ નહીં. આ આગને કોણ પેટ્રોલ છાંટી રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે. દિલ્હી હાઈકમાન્ડની ચૂપકીદી પણ હવે ગુજરાતમાં ચર્ચામાં આવી છે. રૂપાલાને હટાવવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. કોઈપણ કિંમતે રૂપાલાને માફ કરવા ક્ષત્રિયો તૈયાર નથી.
રાજકોટથી ઉઠેલી આગ દેશભરમાં ફેલાશે
બસ એક જ માગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરો. તો બીજી તરફ, પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધની આગ ઠારવા હવે ખુદ પાટીદારો મેદાને ઉતર્યા છે. બે-બે વાર માફી માંગવા છતાં આટલો વિરોધ યોગ્ય નથી તેવી પાટીદારોએ સોશિયલ મીડિયા અનેક પોસ્ટ કરીને આરપારની જંગ શરૂ કરી. ત્યારે હવે પરશોત્તમ રૂપાલા સામેની ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ રૂપાલાનો વિરોધ થવાનો એંધાણ છે. રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ક્ષત્રિયોને વિરોધમાં જોડવા ચર્ચા ઉઠી છે.
રાજપૂત ભાઈઓ, કોઈ ના રાજકીય હાથો ના બને! ગુજરાતના એક રાજાએ ક્ષત્રિયોને કરી ટકોર
સૌરાષ્ટ્ર SPG આવ્યું પરસોતમ રૂપાલાના સમર્થનમાં
સૌરાષ્ટ્રના SPG અધ્યક્ષ કલ્પેશ રાંકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પરસોત્તમ રૂપાલાને સમર્થન આપ્યું છે. પરસોતમ રૂપાલા માફી માંગી છતાં વિરોધ કરતા SPG રૂપાલના સમર્થનમાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ દ્વારા હવે પરસોતમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. પરસોતમ રૂપાલાને તમામ રીતે સહયોગ આપી SPG મદદ કરશે. ટીકીટ રદ ન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે, ક્ષત્રિય સમાજના આગેવાન અને પાટીદાર વચ્ચેની ઓડિયો બાબતે પોલીસમાં અરજી કરાશે.
ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ આવ્યો, બે જિલ્લામાં વાદળો સાથે તૂટી પડ્યો વરસાદ
રૂપાલાજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ... રૂપાલાના સમર્થનમાં આવ્યો પાટીદાર સમાજ