રૂપાલાજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ... રૂપાલાના સમર્થનમાં આવ્યો પાટીદાર સમાજ

1/5
image

ક્ષત્રિય સમાજની આગમાં હવે પાટીદારો આવ્યા છે. પાટીદાર સમાજ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યો છે. રૂપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં કડવા પાટીદારોએ મેસેજ શરૂ કર્યાં છે. મહિલા ભાજપ અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ પોસ્ટ લખી છે. પોસ્ટમાં લખ્યું, " બે બે વાર માફી માંગ્યા પછી પણ આટલું ઇસ્યૂ કરે તે વ્યાજબી ના કેહવાય. ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપીએ. 

2/5
image

તો જ્યોતિ ટીલવાની પોસ્ટ પર અન્ય પાટીદાર યુવકોએ રૂપાલાની તરફેણ કરતી કૉમેન્ટ્સ લખી છે. આમ, રાજકોટમાં રૂપાલાને પાટીદારોનું સમર્થન મળી રહ્યું છે. 

3/5
image

લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. વડોદરા ખાતે આજે પાટીદાર સમાજની બેઠક મળશે. ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે પાટીદાર સમાજની મહત્વની બેઠક યોજાશે. આજે સમા વિસ્તારમાં મળનારી બેઠકમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહેશે. પાટીદાર સમાજની બેઠક રાજકીય રીતે મહત્વની બની રહેશે તેવી ચર્ચા છે.   

4/5
image

5/5
image