અમદાવાદમાં નવી પોલિટિકલ વોર શરૂ! કોંગ્રેસનો આક્ષેપ, ભાજપ ખાસ વર્ગને ટાર્ગેટ બનાવી રહ્યું છે
Ahmedabad News : ગેરકાયદેસર દબાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્ય સામસામે.. જમાલપુરમાં દબાણ મુદ્દે અમિત શાહની ફરિયાદ બાદ ઈમરાન ખેડાવાલાનો પલટવાર.. કહ્યું ખાડિયામાં હેરિટેજ જગ્યા પર છે ગેરકાયદેસર દબાણો..
Ahmedabad News : અમદાવાદમાં ગેરકાયદે દબાણો પર ધર્મની રાજનીતિ શરૂ છે. ગેરકાયદે દબાણો અંગે અમદાવાદમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ગેરકાયદે દબાણો મામલે ભાજપ પર પ્રહાર કર્યા છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે, એક ખાસ વર્ગને ભાજપ ટાર્ગેટ બનાવી રહ્યું છે. ભાજપમાં એક ખાસ વર્ગને ટાર્ગેટ બનાવવાની સ્પર્ધા ચાલી રહી છે. ભાજપ એક વિશેષ સમુદાયને ટાર્ગેટ કરે છે. ફક્ત જમાલપુર અને જુહાપુરા જ ટાર્ગેટ પર કેમ? જમાલપુરને ટાર્ગેટ બનાવવામાં આવશે તો ચલાવી નહીં લેવાય. આ સાથે જ તેમણે સવાલ કર્યો કે, ભાજપને ખાડિયામાં ગેરકાયદે દબાણ કેમ ના દેખાયા? અમદાવાદના અન્ય વિસ્તારોના દબાણ પર અમિત શાહ કેમ ચૂપ? અમદાવાદના બીજા વિસ્તારોના દબાણો પર કાર્યવાહી કરો. ફક્ત જમાલપુર જ કેમ દેખાય છે?
અમિત શાહનો જમાલપુરના દબાણો પર પત્ર
એલિસબ્રિજના MLA અમિત શાહનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે. MLA અમિત શાહે AMC કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે, જમાલપુરમાં AMCની જગ્યાઓ પર દબાણ થયા છે. 8થી 10 હજાર વારના AMCના પ્લોટમાં ગેરકાયદે દબાણો થયા છે. ત્યારે MLA અમિત શાહે દબાણો દૂર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જમાલપૂર દરવાજાથી આસ્ટોડિયા દરવાજા સુધી દબાણો છે. તેમણે AMCની જગ્યાઓ પર દબાણ હટાવવા માંગ કરી છે. તો ગેરકાયદે ઉભા કરાયેલા કબાડી માર્કેટને દૂર કરવા રજૂઆત કરી છે.
ગુજરાતની જનતાને રાહત આપતી આજની મોટી ખબર, સરકારે લાઈટ બિલમાં કરી ઘટાડાની જાહેરાત
પ્રોપર્ટી કાર્ડ ઈશ્યુ કરવામાં ગુજરાત દેશમાં નંબર વન, આટલા લોકોને મળ્યો મિલકત અધિકાર