સુરત: ગુજરાત મહાનગર પાલિકાની ચૂંટણી (Gujarat Municipal Corporation) માં આમ આદમી પાર્ટી (AAP) નું શાનદાર પ્રદર્શન રહ્યું છે. આમ આદમી પાર્ટી (AAP) એ પહેલીવાર નગર પાલિકાની ચૂંટણીમાં પોતાનું ભવિષ્ય અજમાવ્યું હતું અને આ દરમિયાન આમ આદમી પાર્ટી મહાનગર પાલિકામાં કોંગ્રેસને પછાડીને બીજા નંબર પહોંચી ગઇ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામો બાદ આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી હતી. આમ આદમી પાર્ટીના (AAP) નેતાએ કહ્યું- અમારા પર જનતાએ જે વિશ્વાસ મુક્યો તે બદલ આભારી છીએ. ગુજરાતની જનતાએ વિપક્ષ તરીકે અમને મત આપ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટીના પ્રદર્શનને જોતાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  (Arvind Kejriwal)  ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ કેજરીવાલે જાહેરાત કરી છે કે તે 26 ફેબ્રુઆરીના રોજ સુરતમાં રોડ શો કરશે અને ગુજરાતની જનતાઓ આભાર વ્યક્ત કરશે. 


Surat: કોંગ્રેસ શૂન્યમાં સમાઇ, આપની 27 બેઠકો સાથે એન્ટ્રી, ભાજપને મળી 93 બેઠકો


દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ગુજરાતની જનતાનો ધન્યવાદ વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું ''ગુજરાત મહાનગર પાલિકાની ચૂંટણીમાં જે પ્રકારે પ્રેમ અને સમર્થન ગુજરાતના લોકોએ આપ્યું છે. તેના માટે દિલથી દરેક મતદારનો ખૂબ ખૂબ આભાર અને તમામ સાથીઓને શુભેચ્છા. આપણે સાથે મળીને કામનું રાજકારણ કરીશું. 

Vadodara: સીઆર પાટીલની ભવિષ્યવાણી સાચી પડી, કોંગ્રેસ કંગાળ, ભાજપને ભરપૂર પ્રેમ


22 વર્ષ પાયલ બની વિજેતા
22 વર્ષની પાયલ પાટીદારને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત પ્રાપ્ત થઇ છે. આમ આદમી પાર્ટીની ઉમેદવાર પાયલ સૌથી નાની ઉમેદવારની કોર્પોરેટર બની છે. સુરતના પૂર્ણા પશ્વિમ વોર્ડ નંબર 16 ની ઉમેદવાર પાયલે શાનદાર જીત પ્રાપ્ત કરી છે. જીત બાદ પાયલ પાટીદાર ક્ષેત્રમાં ભવ્ય સ્વાગત કર્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું અને 27 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. 

Bhavnagar: ભાજપે ભગવો લહેરાવી સર્જ્યો ઇતિહાસ, 2010નો તોડ્યો રેકોર્ડ, જાણો વોર્ડ મુજબ પરિણામ


પરિણામ પર નજર
ભાજપ (BJP) ની 30 વોર્ડમાંથી 22 વોર્ડમાં આખી પેનલ જીતી છે, ભાજપે (BJP) 93 બેઠક પર અને આપ (AAP) ને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. જ્યારે વોર્ડ નંબર 1, 6, 8, 10, 11, 12, 14, 15, 18, 19, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30માં ભાજપ (BJP) ની પેનલની જીત થઈ છે. તો સાત નમ્બરના વોર્ડમાં બે અને ભાજપે (BJP)  ત્રણ બેઠકો જીતી છે. આપ (AAP) ની 6 વોર્ડમાં આખી પેનલ જીતી છે, તો વોર્ડ નંબર 2, 3, 4, 5, 16 અને 17માં આપી પેનલ તો વોર્ડ 7મા બે અને વોર્ડ 8માં એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. 


કોંગ્રેસ માટે ચિંતાનો વિષય
રાજ્યની છ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી (BJP) નો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં ખાસ પ્રદર્શન કરી શકી નથી. 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ મોટો ચિંતાનો વિષય છે. સુરતમાં પણ કોંગ્રેસનો પરાજય થતાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા (Babubhai raika) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube